Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સરકારની તમામ ગાઈડલાઈનોના પાલન સાથે ખાનગી બસો ધમધમતી થઈઃ બુકીંગ ચાલુ

રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશન દ્વારા વિજયભાઈ રૂપાણીનો આભાર

રાજકોટઃ ખાનગી બસો ફરીથી ધમધમતી થઈ છે. ટેકસ માફી અંગે રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશન દ્વારા માંગણી કરી હતી. જે છ મહિના ટેકસ માફી અને એડવાન્સ ટેકસ પણ નહી ભરવાની તંત્ર દ્વારા મંજૂરી કરી જાહેર કરવામાં આવતા ટ્રાવેલ્સ સંચાલકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બુકીંગ પણ શરૂ થઈ ગયું છે.

ટીકીટ બુકીંગ માટે ટેમ્પરેચર, સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યું છે. ઉકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ આભાર વ્યકત કરવા આવેલા રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ શ્રી દશરથભાઈ વાળા, ઉપપ્રમુખ હારૂનભાઈ મેતર, મહામંત્રી સિધ્ધરાજસિંહ ચૌહાણ, મંત્રી દિવ્યેશભાઈ ચોલેરા, ખજાનચી ભાવેશભાઈ કનેરીયા અને સભ્ય હાર્દીકભાઈ બાવરીયા નજરે પડે છે.

(3:25 pm IST)