Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

લોકડાઉન દરમ્યાન બોગસ ઇ-પાસ કાઢવા અંગેના ગુનામાં પકડાયેલ આરોપી જામીન પર

રાજકોટ તા. ૬: લોકડાઉન સમય દરમ્યાન ઇ-પાસ કાઢવા અંગે કોઇ સત્તા ન હોવા છતાં ઇ-પાસ ઇસ્યુ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને જામીન ઉપર મુકત કરવાનો અત્રેની સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

કોરોનાની મહામારી જયારે વિશ્વવ્યાપી છે ત્યારે સરકારશ્રીના આદેશ મુજબ લોકડાઉન લાગુ કરવામાં આવેલું, જે સમય દરમ્યાન સરકારશ્રી મારફત ઇ-પાસ કઢાવવા અંગે, સરકારશ્રી તરફથી કોઇપણ પ્રકારની ઓથોરીટી ન હોવા છતાં આરોપી સંજય લવજીભાઇ મકવાણાએ પોતાના વોટસઅપ મોબાઇલ માધ્યમ દ્વારા જાહેરાત આપીને ૬૦ ઇ-પાસ ઇસ્યુ કરાયેલા. જે અંગેની ફરિયાદ ઇ-ચાર્જ મામલતદારશ્રીએ ફરીયાદ કરતા, થોરાળા પો. સ્ટે.માં આઇપીસી કલમ ૧૮૮, ર૭૦, ર૭૯, ર૭૧, ૪૧પ, ૪૧૬, ૪૦૬, ૪ર૦, ૪૬૩, ૪૬૪, ૪૬૮, ૪૭૧ તથા એપેડેમીક એકટ કલમ-૩ તથા ડીઝાસ્ટાર મેનેજમેન્ટ એકટ કલમ-પ૧ પરશની ફરીયાદ આપેલી, થોરાળા પો. સ્ટે.ના પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા, કોર્ટે જયુ. કસ્ટડીમાં લઇ લીધેલા. જે હવાલે રહેલા આરોપીએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા, બચાવ પક્ષની રજુઆતને તથા કેસની હકીકતને ધ્યાને લઇને સેશન્સ કોર્ટના જજ શ્રી આર. એલ. ઠકકરે આરોપીને રૂ. ૧૦૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, યુ. બી. ઝાલા, નીતીનભાઇ જાગાણી, અતુલભાઇ બોરીચા, મનીષાબેન પોપટ, જી. એમ. વોરા, પ્રકાશ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે. યાદવ, અહેશાન એ. કલાડીયા વગેરે રોકાયેલા હતા.

(2:45 pm IST)