Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

શહેરમાં ૨ મી.મી.થી ૦ાા ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતાં તંત્રની પોલ છતીઃ વશરામ સાગઠિયા

રાજકોટ,તા.૬: ગઇ રાત્રે તોફાની પવન સાથે શહેરમાં માત્ર ૨ મી.મી.થી અધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. છતાં આજે સવારે ૧૧ વાગ્યા સુધી અનેક સ્થળોએ વરસાદી પાણીનાં તળાવડા ભરેલા જોવા મળતા. મેઘરાજાએ મ.ન.પા.ના તંત્રની પોલ છતી કરી છે. તેવો આક્ષેપ વિપક્ષીનેતાએ કર્યો છે.

રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની યાદી મુજબ રાજકોટ શહેરમાં ૨૪ કલાકમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બે એમએમ વરસાદ નોંધાયો છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર ગટરોઙ્ગ છલકાણી છે વીજળી ગુલ થઈ છે અનેક સ્થળોએ પાણીના મોટા મોટા ખાડાઓ ભરાણા છે તેમજ શહેરમાં અનેક સ્થળે કચરા-ગંદકીના ગંજઙ્ગ જોવા મળ્યા છે જયા રે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર અને પીજીવીસીએલની અને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે અને તંત્ર દ્વારા કરવામાં આવતિ કામગીરી ના રિપોર્ટ ખોટા ઠર્યા છે.

શહેરમાં ફકત બે મિલીમીટર જેટલો વરસાદ પડતા તંત્ર દ્વારા લાખો અને કરોડો રૂપિયા પ્રિમોન્સુન કામગીરી પાછળ વાપર્યા છે તે પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે કયાંકને આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ કર્યો છે

તેઓ વધુમાં જણાવ્યું છે કે, જો મહાનગરપાલિકાનું તંત્ર ૧ એપ્રિલથી પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી હોય તો આજ દિવસ સુધી માં અનેક વોકરાઓ ગટરો મેન હોલ અને હેડિંગઙ્ગ સાફ-સફાઈ થયા હોવાના દાવા કર્યા છે ત્યારે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે ફકત વરસાદના ઝાપટામાં જ તંત્રની પ્રી-મોન્સુનની નબળી અને લાપરવાહી વાળી કામગીરી થઈઙ્ગ હોવાથી મહાનગરપાલિકાએ પ્રજાના નાણાનો દુરૃંઉપયોગ કર્યો છે અને તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે હજુ તો વરસાદી માહોલને સપ્તાહ બે સપ્તાહની વાર હોય ત્યારે તંત્ર ફરીથી પ્રિમોન્સુન કામગીરી મોન્સુન કામગીરી એકશન પ્લાન ઘડી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તેવી વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ માંગણી કરી છે.

(2:42 pm IST)