Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દેશી દારૂના દરોડામાં ૧૦ પકડાયા

રાત્રે બીન જરૂરી ઘરની બહાર નીકળનારા બે સામે કાર્યવાહી

રાજકોટ તા.૬ : શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ સાથે ૧૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસકમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી  શહેરના અલગ અલગ વિસ્તારમાં દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એ ડીવીઝન પોલીસે ભવાનીનગર મેઇનરોડ પરથી રૂ.૮૦ ના દેશી દારૂ સાથે  રવિ મનસુખભાઇ દોણેસીયા તથા બી ડીવીઝન પોલીસે વેલનાથપરા સામે ગણેશપાર્ક પાસેથી વસંતભાઇ મનોજભાઇ સોલંકીને રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે તથા ભકિતનગર પોલીસે ઢેબર કોલોની ઝુપડપટ્ટી પાસેથી રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે વિજય ભીખુભાઇ ઝરીયા, કુવાડવા રોડ પોલીસે નવાગામ પુલ પાસેથી રૂ.૧૪૦ના દેશી દારૂ સાથે ભરત ભુપતભાઇ ભખોડીયા, રૂ.૮૦ના દેશી દારૂ સાથે કીરીટ લખમણભાઇ સોલંકી, નવાગામ આણંદપર પાસેથી અશ્વીન નારણભાઇ કોળી તથા આજીડેમ પોલીસે રૂ.૧૪૦ના દેશી દારૂ સાથે અજય ગોવિંદભાઇ ચૌહાણ, માલવીયાનગર પોલીસે આંબેડકરનગર શેરી નં.૧૦-૬માંથી રૂ. ર૦૦ના દેશી દારૂ સાથે આકાશ કાનજીભાઇ મુછડીયા તાલુકા પોલીસ આરએમસી કવાર્ટરની શેરીમાંથી રૂ.ર૦૦ના દેશી સાથે ગનુભાઇ મિલનભાઇ સીંઘડીયા તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી રૂ.ર૪૦ના દેશી દારૂ સાથે વસંતભાઇ પ્રવિણભાઇ સાડમીયાને પકડી લઇ કાર્યવાહી કરીહતી.

સાગર ચોક પાસેથી છરી સાથે શખ્સ ઝડપાયો

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી. ડામોર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સાગર ચોક આરએમસી કવાર્ટર પાસેથી દિનેશ વિસાભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) (રહે. ૪૦ ફૂટ રોડ, ઓમ નગર સર્કલ ભવનાથ પાર્ક-૧) બ્લોક નં.૧૧૩ને છરી સાથે પકડી લીધો હતો. (પ-ર૦)

(2:40 pm IST)