Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

નાણાવટી ચોકમાં મુમતાઝબેન જુણેજાની હત્યામાં વધુ પાંચ શખ્સો ઝડપાયા

રાજકોટ તા. ૬ : ગાંધીગ્રામના નાણાવટી ચોક આર.એમ.સી. કવાર્ટરમાં ત્રણ દિવસ પહેલા સંઘી મહિલાની થયેલી હત્યામાં પાડોશી પિતા-પુત્રને યુનિવર્સિટી પોલીસે પકડી લીધા હતા.  ત્યારબાદ વધુ પાંચની ધરપકડ કરી  હતી.

મળતી વિગત મુજબ નાણાવટી ચોક આર.એમ.સી. આવાસ કવાર્ટર નં.ર૭૭ માં રહેતા મુમતાઝબેન હનીફભાઇ જુણેજા (ઉ.૩૮) તથા તેમના દેરાણી શબાનાબેન ફિરોઝભાઇ (ઉ.૩૦)  પર તા.૧ના રોજ પાડોશમાં જ રહેતા હુશેન ઢીંગી, તેના પત્ની જીન્નત, પુત્રી નાઝમીન અને પુત્ર સદામે ઝઘડો કરી પાઇપ અને છરીથી હુમલો કરતા દેરાણી-જેઠાણી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં મુતાઝબેનને પડખામાં છરીના ઘાથી વધુ ઇજા પહોંચી હોઇ દરમ્યાન ત્રણ દિવસ પહેલા મુમતાઝબેને દમતોડી દેતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકર તથા રાઇટર ગીરીરાજસિંહ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

દરમ્યાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એસ.ગેડમની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, હેડકોન્સ બળભદ્રસિંહ, હરપાલસિંહ રાજેશભાઇ, ઇકબાલભાઇ, લક્ષ્મણભાઇ, ગીરીરાજસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, પ્રદિપભાઇ સહિતે રૈયા રોડ પરથી પિતા હુશેન ઉર્ફે ઢીંગી કાસમભાઇ મંગળીયા (ઉ.પ૭) અને તેનો પુત્ર સદામ હુશેન મંગળીયા (ઉ.ર૧)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે આ ગુનામાં સામેલ જીન્નતબેન હુસેન મંગળીયા (ઉ.વ.પર), નાજમીન ઉર્ફે નાજુ હુસેન મંગળીયા (ઉ.વ.૧૯), ફીઝા હુસેન મંગળીયા (ઉ.વ.ર૦) (રહે. ત્રણેય નાણાવટી ચોક આરએમસી આવાસ યોજના કવાર્ટરમાં), જયેન્દ્ર ઉર્ફે જીગો દિલીપભાઇ ભટ્ટી (ઉ.વ.ર૬), મિલન કિરીટભાઇ ડાભી (ઉ.વ.૧૮), (રહે. બંન્ને નાણાવટી ચોક, આરએમસી કવાર્ટર)ની  ધરપકડ કરી હતી.

(2:39 pm IST)