Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીઃ પંખીના માળાનું પણ વિતરણ

રાજકોટ, તા.૬: યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકારના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે તુલસીના રોપા અને પંખીના માળા રહીશોને વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી. જિલ્લા યુવા સંયોજક શ્રી સચિન પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનું થીમ “ TIME FOR NATURE “ (જેવ વિવિધતા ) છે એટલે કે જે પ્રકૃતિ થી હવા ,પાણી ,આહાર મળે છે તે પ્રકુતિ નું સંરક્ષણ કરવું જરૂરી બની જાય છે.દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ યોગ્ય સંરક્ષણ ના અભાવે survive થતા નથી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કલેટરશ્રી પુજા સેશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેકટર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ સૌની જવાદારી છે એની સાથે સાર સંભાળ કરવી એ આપણા બધાની જવાબદારી બને છેમ નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા જાહેર જનતાને વૃક્ષો વાવો, દત્તક લેવા અને તેનું જતન કરવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન જિલ્લા યુવા સંયોજક શ્રી સચિન પાલ અને કેન્દ્રના રાજુભાઈ દ્વારા મળેલ હતું. આ પ્રસંગે કેન્દ્રના સ્વયંસેવક ઐશ્વર્યા, યશ અને વિધિ ઉપસ્થિત રહ્યા હતા.

(2:39 pm IST)