Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વાડી દેખાડવા ગયેલા રાજકોટના દર્શન પ્રજાપતિ પર ભીચરીમાં લાકડીથી હુમલો

બોટાદના વ્યકિતને પટેલની વાડી લેવી હોઇ મિત્ર સાથે ગયો'તોઃ ઉમેશ નામના શખ્સે હવે પછી આવતો નહિ કહી ફટકાર્યો

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં દર્શન હરિભાઇ વોરા (કુંભાર) (ઉ.૧૯)ને અમરગઢ ભીચરી પાછળ આવેલી વાડીએ ઉમેશ તથા અજાણ્યાએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

તેના મિત્ર મોહિત વાઢીયાના કહેવા મુજબ અમે પરિચીત એવા પટેલભાઇની વાડી ભીચરીમાં છે તે વેંચવાની હોઇ બોટાદના વ્યકિતને ખરીદવી હોઇ દેખાડવા માટે ગયા હતાં. ત્યારે ઉમેશ સહિતે આવીને હવે પછી અહિ આવતા નહિ, અહિ કબ્જો છે...તેમ કહી હુમલો કરતાં ગભરાઇને હું ભાગી ગયો હતો અને મિત્ર દર્શન પકડાઇ જતાં તેને મારકુટ થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:42 am IST)