Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ક્રાઇમ બ્રાંચનો ઘાંચીવાડમાં દરોડોઃ ૨૧૬ બોટલ દારૂ સાથે મોહસીનને પકડ્યોઃ વિજય ઉર્ફ દાદૂનું નામ ખુલ્યું

હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુભા વાળા અને કોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો

રિક્ષા અને તબેલામાં દારૂ છુપાવાયો હતો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે ઘાંચીવાડ શેરી નં. ૫ના છેડે નદી કાંઠે ઢોરની ગમાણમાંથી તથા સીએનજી રિક્ષા નં. જીજે૩૭યુ-૯૫૭૯માં રાખેલી દારૂની ૨૧૬ બોટલ સાથે ભગતીપરા ઓમ શાંતિ સ્કૂલ પાસે રહેતાં મોહસીન હારૂનભાઇ કુરેશી (ઉ.૨૬)ને પકડી લીધો છે. એપલ પ્રિમિયમ વોડકાની રૂ. ૬૪,૮૦૦ની બોટલો તથા ૫૦ હજારની રિક્ષા મળી કુલ રૂ. ૧,૧૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ દારૂના જથ્થામાં વિજય ઉર્ફ દાદૂ કાળુભાઇ દર (રહે. નવયુગપરા-૫)નું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની,  ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલીયા અને ટીમના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજા, સામતભાઇ ગઢવી, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, ડાયાભાઇ બાવળીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રાજેશભાઇ, રઘુવીરસિંહ અને સિધ્ધરાજસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(4:17 pm IST)