Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

વ્યાજે આપેલ રકમ વસુલવા ખુનની ધમકી આપવા અંગે આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ તા. ૬ : રૂ. ૪ લાખ બે ટકા વ્યાજ આપી ફરીયાદી રકમ નહી ચુકવી શકતા તેઓની મિલ્કત બળજબરીથી નોટરી સાટાખત કરાવી લઇ  ફરીયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરીયાદના સંદર્ભેમાં અહીના યુનિ.રોડ ઉપર ગંગોત્રી પાર્કમાં રહેતા આરોપી પ્રેમજી ભોજાભાઇ પરમારે પોતાની સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને અધિક સેસન્સ જજશ્રી એચ.એ.બ્રહ્મભટ્ટે નકાર કાઢી હતી.

આ બનાવ અંગે યુનિ.રોડ ઉપર આવેલ અનામીકા સોસાયટીમા રહેતા ઉર્મિલાબેન બીપીનભાઇ સોલંકીએ તા.ર૧/પ/૧૯ ના રોજ ઉપર મુજબની ફરીયાદ કુલ ર૦ જેટલા શખ્સે સામે ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદના અનુસંધાને આરોપી પ્રેમજી પરમારે સંભવિત ધરપકડની દહેશતે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજી સુનાવણી થતા બંને પક્ષે થયેલ રજુઆત અને કેસની હકીકતો તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.સેસ.જજ શ્રી બ્રહ્મભટ્ટે આરોપીની આગોતરા જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી. પી. મુકેશભાઇ પીપળીયા રોકાયા હતા.

(4:08 pm IST)