Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કોળી વૃધ્ધ શંભુભાઇનો ફાંસો ખાઇ આપઘાત

ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે રહેતાં

રાજકોટ તા. ૬: ભાવનગર રોડ પર રાજમોતી મિલ પાસે રહેતાં શંભુભાઇ ગગજીભાઇ જાખેલીયા (ઉ.૬૫) નામના કોળી વૃધ્ધે ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

આપઘાત કરનાર શંભુભાઇ છુટક મજૂરી કરતાં હતાં અને ચાર ભાઇ તથા ચાર બહેનમાં બીજા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું જણાવાયું હતું.

(3:44 pm IST)