Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા રવિવારે 'રીયલ ડાન્સીંગ સ્ટાર કોમ્પીટીશ'

રાજકોટ તા. ૬ : બાળકોની અંદર રહેલ સુષુપ્ત શકિતનો વિકાસ થાય તેવા હેતુથી 'ઉમ્મીદ ફાઉન્ડેશન' દ્વારા તા. ૯ ના રવિવારે 'રીયલ ડાન્સીંગ સ્ટાર કોમ્પીટીશન' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ કે તા. ૯ ના રવિવારે સાંજે પ વાગ્યે સરોજીની નાયડુ હાઇસ્કુલ નં. ૬૯, અંબાજી કડવા પ્લોટ-ર, ધોળકીયા સ્કુલ ખાતે આયોજીત આ સમારોહમાં ૬ થી ૧૫ વર્ષની વયના બોયઝ અને ગર્લ્સ ભાગ લેશે.

આ સમારોહમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર શ્રીમતી જયાબેન ડાંગર ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે.

વેસ્ટર્ન તેમજ ટ્રેડીશ્નલ કથક ડાન્સ જેમ કે સોલો, ડયુએટ, ગ્રુપ ડાન્સ રજુ થશે. આ માટેનું રજીસ્ટ્રેશન ચાલુ છે. ભાગ લેવા ઇચ્છુકો મો.૯૨૬૫૦ ૨૯૧૮૧ અથવા મો.૯૭૧૨૨ ૪૯૯૮૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને શ્યોર ગીફટ અપાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનિષા ટાંક, ઉપપ્રમુખ બ્રિજલ મહેતા, મંત્રી સિધ્ધરાજસિંહ જાડેજા, સહમંત્રી નિકુંજભાઇ ગોહેલ, ડાન્સ મેનેજમેન્ટ રિધ્ધી બગીયા, ખજાનચી કૌશિકભાઇ ટાંક, દીપકભાઇ પરમાર, એમ. એસ. વર્મા, ધર્મેશભાઇ ચાવડા, મહીલા પ્રમુખ ફાલ્ગુનીબેન જાની, વર્ષાબેન, શિલ્પાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઉમ્મીદ ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)