Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રૂ. અગીયાર લાખના ત્રણ ચેક રિટર્નના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૬: રૂ. ૧૧,૦૦,૦૦૦/-ના ત્રણ અલગ અલગ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, કરમણભાઇ ભીખાભાઇ ટારીયાએ ત્હોમતદાર ગોવિંદભાઇ જીવાભાઇ ટોયટા વિરૂધ્ધ રૂ. ૧૧,૦૦,૦૦૦/- ત્રણ અલગ-અલગ ચેક રિર્ટનના કેસ દાખલ કરેલ હતા. આ કેસમાં ફરીયાદી તરફે કેસ સાબિત કરવા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. તેમજ આ કામમાં ત્હોમતદાર તરફે નિર્દોષ છોડી મુકવા જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા.

આ કેસ કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા. ત્હોમતદાર ગોવિંદભાઇ જીવાભાઇ ટોયટાને ત્રણ અલગ અલગ કેસમાં નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામમાં ત્હોમતદારના વતી વકીલશ્રીએ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલો પણ કરેલ હતી.

ત્હોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ એસ. ખોરજીયા, સી. જી. પરમાર, દિપક ડી. બથવાર, એમ. એન. ભાલુ રોકાયેલ હતા.

(3:37 pm IST)