Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

મલાબાર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ

 મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી તેમના ગ્રીન કેમ્પેનના ભાગરૂપે મલાબાર ગ્રુપે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના બધા કર્મચારીઓ અને સ્ટાફ તેમજ ગ્રાહકોને પણ રોપાઓનું વિતરણ કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે મેયર બિનાબેન આચાર્ય અને બાગ બગીચા વિભાગના ચેરમેન વિજયાબેન વાછાણી હાજર રહ્યા હતા. નાજુક પર્યાવરણીય સંતુલનમાં અવરોધ માનવી અને અન્ય જીવિત જાતિઓના અસ્તિત્વ સામે ખતરો પેદા કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને મલાબાર ગ્રુપ મોન્ટાના એસ્ટેટ સહીતના તેના બધા રીયલ સ્ટેટ પ્રોજેકટ લવ નેચર, ગીવબેક નેચર, સુત્ર સાથે રજુ કરી રહી છ.ે આમ મલાબાર ગ્રુપના બધા પ્રોજેકટ પર્યાવરણને કોઇ પણ નુકશાન વગર વિકસાવવામાં આવી રહ્યાનું એમ.પી.અહમદે જણાવ્યું હતું.

(3:23 pm IST)