Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ડો. સિધ્ધાર્થ પટેલે આખી હોસ્પિટલ સરગમ કલબને સેવા પ્રવૃત્તિ માટે અર્પણ કરી દીધી

રાજકોટ : સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે સરગમ કલબની પ્રવૃતિ હજુ વધુ વિસ્તરે તેવા હેતુથી ડો. સિધ્ધાર્થ પટેલે કેનાલ રોડ પર આવેલ પોતાની ૩ કરોડ રૂપિયાની કિંમતની પરમ પ્રકાશ હોસ્પિટલ દાનમાં આપી દેતા ઋણ સ્વીકાર કરાયો હતો. બિલ્ડીંગ અર્પણ કાર્યક્રમમાં ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, શિવલાલભાઇ રામાણી, ભરતભાઇ સોલંકી, દીપકભાઇ શાહ, ઘનશ્યામ પરસાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સહકારથી આખા બિલ્ડીંગનું રીનોવેશન કરી અહીં આરોગ્ય સેન્ટર, લેબોરેટરી, કિમોથેરાપી સેન્ટર, હેલ્થ કલબ, સીવણ કલાસ, યોગા સેન્ટર સહીતની પ્રવૃત્તિ શરૂ કરાશેે તેમ ગુણવંતભાઇ ડેલાવાળાની યાદીમાં જણાવાયુ છે.

(3:16 pm IST)