Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

શાસ્ત્રી મેદાન અને ગાયત્રીનગર રોડ પર બે બાઇક ચોરાઇ ગયા

રાજકોટ તા. ૬: કેવડાવાડી-૧/૧૮ના ખુણે રહેતાં જીતેન્દ્ર વિજયભાઇ લોહાણા (ઉ.૩૪)નું હોન્ડા જીજે૩બીપી-૦૦૭૬ રૂ. ૨૦ હજારનું કોઇ ૨/૬ના રાત્રે સાડા નવથી અગિયાર વચ્ચે શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડ અંદર એકસીસ બેંકની સામેના ગેઇટ પાસેથી ચોરાઇ જતાં એ-ડિવીઝનના પીએસઆઇ એ. વી. જોષીએ ફરિયાદ દાખલ કરી છે.

બીજા બનાવમાં ગાયત્રીનગર મેઇન રોડ જીવરાજ હોસ્પિટલ સામે નારાયણનગર-૧માં રહેતાં ભરતભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.૫૫)નું હોન્ડા જીજે૩સીબી-૯૩૯૯ રૂ. ૧૫ હજારનું કોઇ તેના ઘર નજીક રોડ પરથી ચોરી જતાં ભકિતનગરના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારાએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(10:28 am IST)