Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સતત બીજા દિવસે ચેકીંગ ૯૦૭ર પાણીના પાઉચ જપ્ત

રાજકોટ તા. ૬ : શહેરમાં પ્લાસ્ટીક પ્રદુષણ ઘટાડવા મ્યુ.કોર્પોરેશન દ્વારા પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ મુકયો છે. જેની અમલવારી ગઇકાલથી શરૂ થઇ છે જે અંતર્ગત આજે સતત બીજા દિવસે પાણીના પાઉચની ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી બપોર સુધીમાં કુલ ૯૦૭ર પાણીના પાઉચ જપ્ત કર્યા હતા.

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીની યાદી મુજબ આજે બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનના રેસકોર્ષ રીંગ રોડ, રૈયા રોડ, ઢેબર રોડ, યાજ્ઞીક રોડ, રેલ્વે જંકશન રોડ, એમ.જી. રોડ, મવડી રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ વગેરે રોડપરથી કુલ ૮૭પ અને વેસ્ટઝોનમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા રોડ, અમિનમાર્ગ, નાનામૌવા રોડ, મવડી રોડ વગેરે સ્થળેથી કુલ પ૯૭ર તથા પૂર્વ ઝોનમાં કુવાડવા રોડ, પેડક રોડ, હરીધવા માર્ગ, દુધસાગર રોડ, સંતકબીર રોડ, ભાનગર રોડ, કોઠારીયા રોડ, વગેરે સ્થળેના કુલ રરરપ મળી કુલ ૯૦૭ર પાણીના પાઉચ જપ્ત કરર્યા હતા.(૬.૨૭)

(4:42 pm IST)