Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા સમરસતા સંપર્ક

રાજકોટ :  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળ ચાર વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ અને શહેર અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, શહેર અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણની આગેવાની હેઠળ શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા શહેરના વિવિધ વોર્ડના દલિત વિસ્તારોમાં સમરસતા સંપર્ક કરવામાં આવ્યો હતો. અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા દલિત વિસ્તારોમાં ફરી સરકારની દલિતોના ઉત્કર્ષ માટેની લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓથી માહીતગાર કરાયા હતા. પત્રિકા વિતરણ તેમજ ઘરે ઘરે સ્ટીકર લગાવાયા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ભાજપ અગ્રણી કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, મોહનભાઇ વાડોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, મનીષ રાડીયા, નિતીન ભૂત, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, માધવ દવે, પ્રફુલ કાથરોટીયા, મહેશ રાઠોડ, કેતન પટેલ, નિલેશ જલુ, શામજીભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ આ સામાજીક સમરસતા સંપર્ક યાત્રામાં જોડાયા હતા. સમગ્ર સમરસતા અભિયાનને સફળ બનાવવા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણ અને મોરચાના ભાજપ અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે વોર્ડ નં. ૩ માંથી વોર્ડ પ્રમુખ હેમભાઇ પરમાર, અજય વાઘેલા, મુકેશ પરમાર, જેન્તીભાઇ, જયશ્રીબેન પરમાર, જીતુભાઇ, વોર્ડ નં. ૪ માંથી કોર્પોરેટર અશ્વિન મોલીયા, પરેશ પીપળીયા, જેન્તીભાઇ ધાંધલ, અનીલ શ્રીમાળી, રવિ ગોહેલ, વોર્ડ નં. ૭ માંથી ઇશ્વર જીતીયા, દીનેશ સોલંકી, વોર્ડ નં. ૮ માંથી જાગૃતીબેન ઘાડીયા, અશ્વિન પાંભર, રઘુભાઇ સોલંકી, કાથડભાઇ ડાંગર, કિરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, વોર્ડ નં. ૧૦ માં કોર્પોરેટર અશ્વિન ભોરણીયા, બીનાબેન આચાર્ય, રજનીભાઇ ગોલ, હરેશ કાનાણી, કિશોર મકવાણા, હરેશ કાતર, રંજનબેન, જયેશ બારોટ, વોર્ડ નં. ૧૩ માં હરીભાઇ ડાંગર, હસુભાઇ ચોવટીયા, યોગેશ ભુવા, સંજયસિંહ રાણા, વજુભાઇ લુણાસીયા, મનુભાઇ મકવાણા, દિનેશભાઇ બગડા, વોર્ડ નં. ૧૫ માં શામજીભાઇ ચાવડા, ભીખુભાઇ ડાભી, મયુર બથવાર, બીપીનભાઇ પરમાર, દેવજીભાઇ વાઘેલા, મહેશ અઘેરા, મોહનભાઇ ગોહેલ, વોર્ડ નં. ૧૮ માં જેન્તીભાઇ સાગઠીયા, સુરેશભાઇ, રણજીતભાઇ સાગઠીયા, જેન્તીભાઇ માવજીભાઇ સહીતના ભાજપ અગ્રણીઓ સાથે જોડાયા હતા.

(4:41 pm IST)