Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આંબેડકરનગરમાં તંત્રના પ્લોટમાં ગંદકીના ગંજ : જાગૃતિબેન ડાંગરની રજુઆત

રાજકોટ : વોર્ડ નં.૧૩માં આંબેડકરનગર વિસ્તારમાં આવેલ કોર્પોરેશનના પ્લોટમાં છેલ્લા છ માસથી અજાણ્યા શખ્સો દ્વારા આ પ્લોટનું તાળુ તોડી માટી-કચરો અને રબ્બીસ નાખવામાં આવે છે. તંત્ર ગાઢ નીંદ્રામાં ઉંઘતુ ઝડપાયાનો આક્ષેપ વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા કરવામાં આવ્યો. આ પ્લોટમાં કોણ જવાબદાર છે તેના પર પગલા ભરવા અને આવારા તત્વો સામે લાલ આંખ કરી અને તેઓને દંડ કરવા કોંગી કોર્પોરેટર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

(4:40 pm IST)