Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઉલટુ અને કાળુ જોવાની માનસિકતાં વાળાં કોંગ્રેસનાં કોર્પોરેટરોના લોકોને ઉંઘા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ : મેયર

રાજકોટ, તા. ૬ : મેયર ડો. જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે તમામ  ઉંધા અને કાળા જોવાની માનસિકતા ધરવતા વોર્ડ નં-૩ના કોર્પોરેટર અતુલભાઈ રાજાણી,દિલીપભાઈ આસવાણી અને અન્ય કોંગ્રેસના અન્ય કોર્પોરેટર દ્વારા લોકોને ઉંધા ચશ્માં પહેરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. તે બાબત વિસ્તારના લોકો સારી રીતે જાણે છે.

વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે, છેલ્લા ૨ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૩ સંતોષ નગર ફાયર સ્ટેશન, તથા સ્ટાફ કવાટર્સ, રેલનગર અન્ડરબ્રિજ, આવાસ યોજનાને જોડતા ટી.પી. સ્કીમ નં-૨૩ અને ૨૪ ના ટી.પી રસ્તાઓના મેડલીંગ કામ, માં સંતોષી પ્રાથમિક શાળા ૯૮, રામકૃષ્ણપરમહંસ પ્રાથમિક શાળા ૬૮, ના નવા બિલ્ડીંગ,સફાઈ કામદારોની આવાસ યોજના, કિટીપરા સ્લમ વિસ્તારના  લોકોને સુંદર આવાસ બનાવી ફાળવેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજના હેઠડ પોપટપરા વિસ્તાર ખાતે દેશના જુદા જુદા ક્રાંતિવીરોના નામો આપી ૧૧ જેટલી સુવિધા સભર ટાઉનશીપ બનાવવામાં આવેલ છે.નવી આંગણવાડીઓ બનાવામાં આવેલ છે તેમજ પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત વોર્ડના ક્રમાનુસાર રસ્તાઓ એકશન પ્લાનમાં સમાવેશ કરી પેવર કામો દર વર્ષે આશરે રૂ.૧.૮૦ કરોડ જેટલા ખર્ચે કરવામાં આવે છે.

આ ઉપરાંત હાલના મુખ્યમંત્રી અને રાજકોટના ૬૯ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયરશ્રી ડો. જૈમન ઉપાધ્યાય, સહિતના પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી વોર્ડ નં-૩માં કરોડો રૂ.ના વિકાસના કામો કરવામાં આવેલ છે.

     ભારતીય જનતા પક્ષના શાસકો હંમેશા શહેરના તમામ વોર્ડ માં વિકાસ થાય તે દિશામાં હંમેશા કામ કરી રહી છે. ે ત્યારે કોંગ્રેસના મિત્રો પાસે કોઈ નક્કર કામ ન હોઈ ફકત ને ફકત આવા રાજકીય નાટકો કરવાની આદત પડી ગયેલ છે તેમ અંતમાં મેયરશ્રી જણાવાયું છે.(૯.૭) 

(4:36 pm IST)