Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ર૧ મીએ જયાં પાણીમાં યોગનો કાર્યક્રમ છે તે...

કોર્પોરેશનનાં સ્વીમીંગ પુલનાં પાણી ડહોળાઃ તરવૈયાઓમાં રોષઃ રજૂઆત

ફીલ્ટર મિડીયા બગડી જતાં લીલુ પાણીઃ તરવૈયાઓને ખંજવાળ ઉપડે છેઃ કમિશનર સુધી રજૂઆતો છતાં કોઇ પગલા નહિ

રાજકોટ તા. ૬ :.. મ્યુ. કોર્પોરેશનનાં કાલાવડ રોડ અને રેસકોર્ષ સ્વીમીંગ પુલમાં પાણી ડહોળા અને ખરાબ હોવાની ફરીયાદો સ્વીમીંગ પુલનાં સભ્યોમાં ઉઠવા પામી છે.

આ અંગે સ્વીમીંગ પુલનાં સભ્યોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ કાલાવડ રોડ સ્વીમીંગ પુલમાં છેલ્લા ૧પ દિવસથી લીલુ અને અત્યંત ડહોળુ પાણી રહે છે. કેમ કે આ સ્વીમીંગ પુલનાં ફીલ્ટર મીડીયાને ૧ર વર્ષ થઇ ગયા છતાં બદલાવવામાં નથી આવ્યું.

જેનાં કારણે પાણી ડહોળુ રહે છે. અને આવા ડહોળા પાણીમાં ન્હાવાથી તરવૈયાઓને શરીરમાં ખજવાળ ઉપડે છે. અને ચામડીનાં રોગનો શીકાર બને છે.

આ ડહોળા પાણી અંગે સ્વીમીંગ પુલનાં  સભ્યો દ્વારા મ્યુ. કમિશનર સુધી ફરીયાદો કરી છે છતાં કોઇ પગલા નથી લેવાયા એટલુ જ નહી આ સ્વીમીંગ પુલમાં ર૧ મીએ આંતર રાષ્ટ્રીય યોગ દિવસે 'પાણીમાં યોગ'નો કાર્યક્રમ પણ યોજાનાર છે. ત્યારે આ ડહોળા પાણીની સમસ્યા દુર નહી થાય તો તંત્રની આબરૂનાં લીરા ઉડશે. તેવી ચર્ચા તરવૈયાઓમાં જાગી છે.

આ સ્વીમીંગ પુલમાં ૪૪પ બાળકો, ૭૧ર જેટલી મહીલાઓ અને ૧૬૪૬ પુરૂષો સહિત ર૦૦૦ જેટલા સભ્યોછે. આ તમામ સભ્યોમાં ડહોળા પાણી અંગે રોષ ફેલાયો છે. અને સ્વીમીંગ પુલનાં  ડહોળા પાણીની સમસ્યા દુર કરવા માંગ ઉઠાવી રહ્યા છે.

(4:27 pm IST)