Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

૨૧ જૂન યોગ દિનઃ કલેકટર તંત્ર રેસકોર્ષ સહિત ૫ સ્થળે રાજકોટમાં મોટા કાર્યક્રમો યોજશે

યુનિ.માં સવા લાખ વિદ્યાર્થીઓ હોય શાળા-કોલેજોને ફરજીયાત આવરી લેવા સુચના : રણછોડદાસજી આશ્રમ-પોલીસ પરેડ ગ્રાઉન્ડ-હેડ કવાર્ટર-નાના મવા વિસ્તારનો સમાવેશ

રાજકોટ તા.૬: આગામી તા. ૨૧ જૂને વિશ્વ યોગ દિન સંદર્ભે રાજકોટ કલેકટર તંત્ર એકી સાથે ૨૫ થી ૩૦ હજાર લોકોને યોગ કરાવવા અંગે તૈયારીઓ આરંભી દિધી છે.

આ અંગે વિગતો આપતા એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાએ પત્રકારોને ઉમેર્યુ હતું કે ૨૧મી તારીખે સવારે રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપરાંત, રણછોડદાસજી આશ્રમ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ- પોલીસ હેડકવાર્ટર તથા નાના મવા ક્ષેત્રમાં યોગના પાંચ મોટા કાર્યક્રમો યોજાશે, રેસકોર્ષ મેદાન ખાતે એકીસાથે ૮ થી ૧૦ હજાર લોકો એકીસાથે યોગ કરશે.

શ્રી વોરાએ ઉમેર્યુ હતું કે, આ ઉપરાંત મામલતદાર, ડે. કલેકટર અને  નગરપાલિકાઓ દિઠ એક-એક કાર્યક્રમ ફરજીયાત કરાશે, તથા મોટા ગામડાઓ હોય ત્યાં પણ એક કાર્યક્રમ કરવા સૂચના અપાઇ છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.માં સવા લાખ વિદ્યાર્થીઓ છે, આથી કોલેજના તમામ વિદ્યાર્થીઓ- દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાય તે અંગે કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.

(4:26 pm IST)