Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરી બંધારણીય અધિકારનો અમલ કરાવોઃ રાજયપાલને આવેદન

કલેકટર મારફત આવેદન મોકલ્યું: મફત શિક્ષણ અપાવવા સહિતની માંગણીઓ

રાજકોટ તા.૬: ગુજરાત શિક્ષણ ફી મુકત અભિયાનના આગેવાનોએ આજે રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન પાઠવી શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરી બંધારણીય અધિકારનો અમલ કરાવવા માંગણી કરી હતી.

આ આવેદનમાં ઉમેર્યુ હતું કે, સામાન્ય વર્ગના તેમજ મધ્યમ વર્ગના મજુરવર્ગના ખેડુતવર્ગના સામાન્ય કર્મચારીના બાળકોને શિક્ષણ નિઃશુલ્ક મળવું જોઇએ. અત્યારે સામાન્ય નાગરિકને મોંઘીદાટ ફી ભરવા માટે આવક પણ નથી હોતી અને દિવસે  ને દિવસે મોંઘવારી ખુબ જ વધતી જાય છે તો સામાન્ય નાગરિકોના બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. શિક્ષણ તે જીવન ઘડતરનો પાયો હોય જો શિક્ષણ નહિ મળે તો આવનારા ભવિષ્યમાં આ ભારત દેશનું તથા ગુજરાતનું ભવિષ્ય અંધકારમય બની જશે, હાલમાં ફીસ નહિ ભરી શકનારા હજારો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહી જાય છે. અને અધવચ્ચે થી શિક્ષણ છોડવું પડે છે.આવેદનમાં કરાયેલ માંગણીઓમાં- નિઃશુલ્ક શિક્ષણ આપવું, બંધ પડેલી સરકારી શાળાઓ શરૂ કરાવવી, માંદી શાળાઓને ચેતનવંતી કરાવવી, ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોની સંખ્યા વધારો, આર.ટી.ઇ. ના કાયદાના પાલન આડેની છટકબારીઓ બંધ કરાવો, એસ.એસ.સી.માં શાળા દ્વારા આંતરીક ગુણ ના ત્રીસ ગુણ મુકવાની જોગવાઇ યોગ્ય નથી.(તસ્વીરઃ અશોક બગથરિયા)

(4:21 pm IST)