Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફાયનાન્સનું કામ કરતા વેપારી સામે પાંચ લાખનો ચેક પાછો ફરતા ફરિયાદ

રાજકોટ, તા. ૬ :. અત્રે શાપર વેરાવળ ગામ રાજકોટના રહીશ અને 'વાગડીયા એન્ટરપ્રાઈસ'ના નામથી ફાઈનાન્સનું કામકાજ કરતા નીલેષભાઈ ચંદુભાઈ વાગડીયા વિરૂદ્ધ મવડી ગામના રહીશ રસીકભાઈ ગોવિંદભાઈ મેઘાણી (ફરીયાદી) દ્વારા ૫ લાખના ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરેલ છે.

ફરીયાદ ટૂંક હકીકત એવી છે કે, શાપર વેરાવળ ગામના રહીશ અને 'વાગડીયા એન્ટરપ્રાઈસ'ના નામથી ફાઈનાન્સનો ધંધો કરતા નિલેષભાઈ ચંદુભાઈ વાગડીયા એ મવડી ગામના રહીશ રસીકભાઈ ગોવિંદભાઈ મેઘાણીને વર્ષ ૨૦૧૬માં પોતાના ફાઈનાન્સના ધંધામાં નાણા રોકાણ કરવાથી વાર્ષિક ૧૮ ટકા જેવુ વળતર છુટશે તેવી લાલચ આપી રૂપિયા ૫ લાખનું રોકાણ કરાવેલ હતુ જે રોકાણ કર્યા બાદ ફરીયાદી રસીકભાઈને કોઈ જ પ્રકારનું વળતર આરોપી તરફથી ચુકવવામાં આવેલ નહી અને ફરીયાદી રસીકભાઈ એ પોતાના નાણા પરત માંગતા આરોપીએ તેના બેન્ક ખાતાનો રૂપીયા પાંચ લાખનો ચેક લખી આપેલ જે એક અપુરતા ભંડોળના કારણે વગર ચુકવણે પરત ફરેલ જેથી ફરીયાદી એ તેના વકીલ શ્રી મારફત ચેક રીટર્ન અંગેની નોટીસ આપ્યા બાદ આરોપીએ નાણા ચુકવેલ નહી જેથી ફરીયાદી રસીકભાઈ એ તેના વકીલ સંજય એચ. પંડિત મારફત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે અનુસંધાને નામદાર કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઈશ્યુ કરેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(4:17 pm IST)