Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કેન્દ્રના ૪ વર્ષ પૂર્ણ થતાં યુવા ભાજપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણઃ સ્વચ્છતા અભિયાન

રાજકોટઃ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સિધ્ધિઓના ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શહેર યુવા પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ મહાનુભવોની પ્રતિમાને પુષ્પાંજલી અપર્ણ કરવામાં આવી હતી. સાથેસાથે પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાવામાં આવેલ હતું. જેમાં વોર્ડ નં.૧ રેસકોર્ષ આર્ટગેલેરી ખાતે શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા ખાતે જયમીન ઠાકર, સ્ટેપ ગાર્ડન, રેસકોર્ષ ખાતે શીવાજી મહારાજની પ્રતિમા ખાતે આશીષ વાગડીયા, વોર્ડનં૨માં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે વીર સાવરકરની પ્રતિમા ખાતે કાશ્મીરાબેન નથવાણી, બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સાંસદ મોહનભાઈ કુંડલિયા તેમજ રક્ષાબેન બોળીયા, શારદા બાગ ખાતે મહર્ષિ વાલ્મીકી ઋષીની પ્રતિમા ખાતે ભાનુબેન બાબરીયા, એરપોર્ટ રોડ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમા ખાતે પુષ્કરભાઈ પટેલ, જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા દિનેશ કારીયા, સિવીલ હોસ્પિટલ ચોક ખાતે ડો.ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા ખાતે મહેશ રાઠોડ, વોર્ડ નં.૩ ખાતે જ્યુબેલી બાગ ખાતે માહત્મા જયોતીરાવ ફુલેની પ્રતિમા ખાતે રાજુભાઈ અઘેરા, વોર્ડનં.૪માં પારેવડીચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ખાતે ડો.દર્શીતાબેન શાહ, વોર્ડનં.૫/૬માં માર્કટીંગ યાર્ડ સામે ગાર્ડન ખાતે શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમા ખાતે દિવ્યરાજસિંહ ગોહીલ, વોડનં.૭માં રામકૃષ્ણનગર રોડ ગાર્ડન ખાતે નરસિંહ મહેતાની પ્રતિમા ખાતે દેવાંગભાઈ માંકડ તેમજ મનીષભાઈ રાડીયા, ત્રીકોણ બાગ ખાતે ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમા ખાતે માધવ દવે, કોર્પોરેશન કચેરી ખાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા ખાતે રાજુભાઈ બોરીયા, ડો.યાજ્ઞીક રોડ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નિતીન ભુત, વોર્ડનં.૭માં મહીલા કોલેજચોક ખાતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા ખાતે બીનાબેન આચાર્ય, કોટેચા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, વોર્ડનં.૯ ખાતે યુનિવર્સીટી રોડ ખાતે શહીદ વીર ભગતસિંહજીની પ્રતિમા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોર્ડનં.૧૦માં બીશપ હાઉસ પાસે ચંદ્રશેખર આઝાદની પ્રતિમા ખાતે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ તેમજ વિક્રમ પુજારા, ઈન્દિરા ચોક ખાતે યુની.રોડ ખાતે ઈન્દિરા ગાંધીજીની પ્રતિમા ખાતે રઘુભાઈ ધોળકિયા, વોર્ડનં.૧૧/૧૩માં બ્રહ્મકુંજ સોસાયટી પાસે ક્રાંતિવીર મંગલ પાંડેની પ્રતિમા ખાતે પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડનં.૧૨માં અમરનાથ મહાદેવ પાસે લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમા ખાતે ગીરીશ ભીમાણી, વોર્ડનં.૧૪ર્/૧૬માં સોરઠીયા વાડી ચોક પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે કેતન પટેલ, વોર્ડનં.૧૫માં આજી ડેમ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા ખાતે શામજીભાઈ ચાવડા, વોર્ડનં.૧૭/૧૮માં શેઠ હાઈસ્કુલ સામે રવિશંકર મહારાજની પ્રતિમા ખાતે નિલેશ જલુ, ગૌતમ ગોસ્વામી સહીતના ભાજપ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ તમામ પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તેમજ તમામ પ્રતિમાઓને પૂષ્પાજંલી અર્પણ કરવામાં આવેલ હતી.

આ તકે કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, નિતીન ભારદ્વાજ સહીતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના સુશાસનને જયારે ૪ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 'સ્વચ્છ ભારત' અભિયાન હેઠળ દેશ 'એક સાફ- સુથરા ભારત' તરફ આગેકદમ માંડી રહયો છે ત્યારે શહેરમાં વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્પાંજલી અને પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાનથી યુવા ભાજપ દ્વારા મહાપુરૂષોને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં હિતેશ મારૂ, અમીત બોરીચા, સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, કિશન ટીલવા, હીરેન રાવલ તેમજ યુવા ભાજપની વોર્ડવાઈઝ ટીમ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)