Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મંગળવારે શબેકદ્રઃ આ વખતે અંતિમ શુક્રવાર અને અંતિમ રોઝો એક સાથે!

રમઝાન માસ પૂર્ણતા તરફઃ કાળઝાળ ગરમીમાં ર૦ રોઝા પસાર : સાંજ પડતા જ મુસ્લિમ વિસ્તારોમાં પ્રવર્તતો ધમધમાટ

                      રાજકોટ તા. ૬ : મુસ્લિમ જગતમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસનો આજે વીસમો રોઝો પૂર્ણ થયો છે. ત્યારે હવે રમઝાન માસ અંતિમ તબકકામાં પ્રવેશી ગયેલ છે અને બીજી તરફ ઇદ ઉજવણીની પણ તૈયારીઓ ચાલી રહી છે.

દરમિયાન તા. ૧ર ને મંગળવારે ર૬ માં રોઝાના દિવસે રમઝાન માસમાં આવતી મહત્વની પાંચ રાત્રીઓ પૈકીની 'શબેકદ્ર' ની પવિત્ર રાત્રી મનાવવામાં આવશે અને એ રાત્રીના કુઆર્ન શરીફની સાલગિરાહ રૂપે ઉજવાશે.

બીજી તરફ હવે છેલ્લા શુક્રવારની રાહ જોવાઇ રહી છે ખૂબી એ છે કે, રમઝાન માસમાં આ વખતે પાંચ શુક્રવારનો લાભ મળ્યો છે ત્યારે છેલ્લો શુક્રવાર હમેંશા આખરી જૂમ્આ તરીકે ઉજવાતો હોય છે એ રીતે આ વખતે તો છેલ્લો શુક્રવારનો દિવસ જ છેલ્લો રોઝો (ર૯મો) બન્યો છે કેમ કે તા. ૧૬ ને શનિવારે ઇદ ઉજવણી નિશ્ચીત છે.

હાલમાં ૪૦ ડીગ્રી તાપમાન છે અને તેના પહેલો ના દિવસોમાં ૪પ થી ૪૬ સુધી ગરમીનો પારો પહોંચેલ હતો. ત્યારે ભર ઉનાળે સાડા પંદર કલાક ભુખ્યા - તરસ્યા રહીને મુસ્લિમો રોઝા રાખી રહ્યા છે. કાળઝાળ ગરમી અને આકરા તાપમાં પરસેવે રેબઝેબ હોવા છતાં પણ મુસ્લિમ સમાજમાં અનેક સ્ત્રી-પુરૂષો ઉપરાંત બાળકો પણ રોઝા રાખી રહ્યા છે. જેના લીધે સાંજ પડતા જ મુસ્લિમ વિસ્તારોમાં  ભારે ચહલપહલ જોવા મળે છે.

હાલમાં સાંજે ૭-૩૩ વાગ્યે રોઝા ખોલવાનો સમય છે ત્યારે સાંજ પડતાં જ મુસ્લિમ વિસ્તારોમાં રૂ. ૬૦ થી ૧૦૦ ની વચ્ચે ફરસાણ વિતરણ થઇ રહ્યું છે. મફતમાં બરફ અપાઇ રહ્યો છે. મસ્જીદોમાં રોઝા રાખનારાઓને ભરપેટ ભોજન અપાઇ રહ્યું છે. સરબત-ઠંડા પાણી, દૂધ કોલ્ડ્રીંકસ પણ વિતરણ કરાઇ રહ્યા છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ રહ્યા છે. જો કે આકરો તાપ પ્રવર્ત તો હોઇ રોઝેદારોને થોડી તકલીફ પડે છે પરંતુ તેને સહન કરી રાત્રીના પણ સળંગ નમાઝ પઢવા ઉમટી પડતા મોડી  રાત્રી સુધી મસ્જીદોમાં નમાઝીઓ જોવા મળે છે. ટૂંકમાં આજે ર૦ રોઝા પુરા થયા છે અને હવે માત્ર ૯ રોઝા બાકી રહ્યા હોઇ રમઝાન માસ તેની પુર્ણતા તરફ જઇ રહ્યો છે. (૨૧.૪)

જાપાની વિજ્ઞાનીનો દાવોઃ રોઝા રાખવાથી કેન્સર સામે  લડવામાં મદદ

નવી દિલ્હી   : જાપાનના નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાનીે યોશિનોરી ઓહસુમીનો મત છે કે રમઝાન મહિના દરમિયાન રોઝા રાખવાથી શરીરના કેન્સર સાથે લડી શકાય છે યોશિનોરી ઓહસુમીએ માનવ શરીરની કોશિકાઓ પર એક સ્ટડી કરી હતી. તેમણે પોતાના અભ્યાસમાં શરીરની એ કોશિકાઓની શોધ કરી છે જે શરીરના ઝેરીલા તત્વોને ખતમ કરીને તેનું સમારકામ કરે છે. ખરેખર તો ઓટોફેજી શરીરમાં એક પ્રકારનું રિસાઇકલિંગ પ્રોગ્રામ છે જે શરીર માટે ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે.

ઓટોફેજીની પ્રક્રિયામાં શરીરને કેન્સર વાયરલ સહિત જુદા જુદા પ્રકારના બેકટેરિયા અને વાયરસથી લડવામાં મદદ મળે છે અને સાથે જ શરીરમાંથી તમામ પ્રકારના વાયરસને રિસાઇકલ કરવામાં મદદ મળે છે પોતાના અભ્યાસને જાહેર કરવા દરમિયાન યોશિનોરી ઓહસુમીને કોઇએ સવાલ કર્યો હતો કે કેન્સરથી લડવા માટે ઓટોફેજી માટે કયો સમય યોગ્ય છે? જવાબમાં ઓહસુમીએ કહ્યું કે શરીરથી કેન્સરના વાયરસને સંપૂર્ણ રીતે મિટાવી દેવા માટે દર વર્ષે લગભગ ૨૫ થી ૨૮ દિવસ સુધી ૮ થી ૧૪ કલાક સુધી ભૂખ્યા રહેવાની જરૂર હોય છે અને દુનિયાભરમાં મુસ્લિમો દ ર વર્ષે ૨૯ થી ૩૦ દિવસ સુધી એક મહિનાના રોઝા રાખે છે.

રમઝાન દરમિયાન રોઝા રાખવાએ ઓટોફેજીની પ્રક્રિયા માટે આદર્શ સમય છે જે કેન્સર વાયસરથી લડવામાં ભરપૂર મદદ કરે છે. રોઝો એક આદર્શ છે જે આ પ્રક્રિયા માટે મદદરૂપ થાય છે.

રોઝા સાંધાના દુઃખાવા અને સોજા માટેનો ઇલાજ

નવી દિલ્હી  : ડોકટરોના મત અનુસાર રોઝા રાખવાથી આંતરડા તંદુરસ્ત તેમજ પેટ સાફ અને શુદ્ધ બની જાય છે. પેટ ખાલી હોય ત્યારે એમાં રહેલા પદાર્થો અને કીડાઓથી મુકત થઇ શુદ્ધ બને છે. એ જ પ્રકારે રોઝા વજનમાં વધારો, પેટમાં ચરબીનું વધવું ખરાબ પાચનતંત્ર (અપચો), શુગર (ડાયાબિટીસ), બ્લડપ્રેશર, કીડની,સાંધાના દુખાવા, વાંજીયાપણું હૃદયરોગ, સ્મરણ શકિતમાં ઓછપ, ઝેરી કીટાણું મરી જાય છે. અને પેટ નકામ વગેરે માટે અચૂક બાણ છે. ડો. સેન મુજબ, ફાંકો કરવાનું (ભૂખ્યા રહેવાનું) ઉત્તમ રૂપ રોઝા છે જે મુસ્લિમો રોઝા રાખે છે.

ડો.સેન એવી સલાહ આપે છે કે જ્યારે ખોરાક છોડવું હોય તો લોકોએ રોઝા રાખી લેવા જોઇએ. એક ઇસાઇ ચિકિત્સક રિચાર્ડ મુજબ, જે વ્યકિતને (ભૂખ્યા) રહેવાની જરૂરિયાત હોય તેણે વધુમાં વધુ રોઝા રાખવા જોઇએ. રિચાર્ડે ઇસાઇ સમુદાયને આ સબંધમાં મુસ્લિમોનું અનુકરણ કરવાની સલાહ આપતા કહ્યું કે મુસ્લિમોના રોઝા રાખવાના નિયમ અતિ ઉત્તમ છે. (ઇસ્લામ અને મેડિકલ સાયન્સ-૭)નોર્વેની એક કમિટીની શોધ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોઝા સાંધાના દુઃખાવા અને રોઝા માટે ઉત્તમ ઔષધિ છે. શરત એ છે કે રોઝા સતત ચાર સપ્તાહ સુધી રાખવામાં આવે.

(11:50 am IST)