Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નવા બામણબોરમાં જુના મનદુઃખને લીધે વૃધ્ધ કોળી દંપતિ પર પાઇપથી હુમલો

રાજકોટ તા. ૬: ચોટીલા તાબેના નવા બામણબોરમાં રહેતાં વૃધ્ધ કોળી દંપતિ પર ગામના જ બે કોળી શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં બંનેને રાજકોટ ખસેડાયા છે.

ગોવિંદભાઇ નારણભાઇ સારડીયા (કોળી) (ઉ.૬૫) અને તેના પત્નિ લીલાબેન ગોવિંદભાઇ (ઉ.૬૦) ઘરે હતાં ત્યારે રાજુ ડાભી (કોળી) અને ચંદુએ ઘરમાં ઘુસી જઇ પાઇપથી હુમલો કરી બંનેને માર મારતાં બામણબોર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અગાઉ આ બંને શખ્સો સાથે પાણી ઢોળાવા બાબતે માથાકુટ થઇ હતી. જુના ડખ્ખાનો ખાર રાખી બંને તુટી પડ્યાનું તેના પરિવારજનોએ જણાવતાં પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(11:32 am IST)