Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કોરોના મહામારી સમયે માનવતા અભિગમ અપનાવી સારી કામગીરી કરનાર રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી દ્વારા “પ્રસંશાપત્ર" આપી સન્માનીત કરાયા: પ્લાઝમા ડોનેટમાં નોંધનિય કામગીરી

રાજકોટઃ હાલમાં કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ છે. જેથી સરકારશ્રી દ્વારા ભારત દેશમા કોરોના વાયરસ ની મહામારી ફેલાતી અટકે તે માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે જે માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન થાય તેમજ જાહેર જનતા જેઓ કોરોના વાયરસ ની મહામારી થી સુરક્ષીત રહે તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટ ની મહત્વની ફરજ રહેલ છે જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરની જાહેર જનતાને કોરોના વાયરસની મહામારીથી બચવા જાગૃતી લાવવા તેમજ સરકારશ્રી ની માર્ગદર્શીકા નુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવી રહેલ છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામા આવી રહેલ કાર્યવાહી સાથે માનવતા અભિગમ અપનાવી લોકોની સેવાકીય પ્રવૃતિ પર પણ ભાર મુકવામા આવેલ છે. જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા માનવતા અભિગમ સાથે કામગીરી કરવામા આવી રહેલ છે. હાલમા કોરોના વાયરસની મહામારી ખુબજ વધુ ફેલાયેલ હોય જે સમયે સંક્રમીત થયેલ દર્દી જેઓને પ્લાઝમાની જરૂરીયાત ઉભી થતી હોય છે અને જે માટે રાજકોટ શહેર પોલીસ આગળ આવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પુરુ પાડે તેવા હેતુથી લોક જાગૃતી અર્થે રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમા કોરોના વાયરસ સંક્રમીત થયેલ અધિકારી /કર્મચારીઓ જેઓ સ્વસ્થ થયેલ હોય તેઓને પ્લાઝમા ડોનેટ કરવા જણાવવામાં આવેલ જે અન્વયે સપ્ટેમ્બર-૨૦૨૦માં રાજકોટ શહેરના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામા આવેલ હતુ અને હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.૨૦/૦૪/૨૦૨૧ ના રોજ પ્લાઝમાની જરૂરીયાત વાળા દર્દીઓએ રાજકોટ શહેર પોલીસનો હેલ્પ લાઇન મો.નંબર ૮૯૮૦૦૪૧૪૧૧ ઉપર સંપર્ક કરવા જણાવવામા આવેલ હતુ. જે જાહેર કરવામા આવેલ માહિતી આધારે તા.૨૧/૦૪/૨૦૨૧ થી તા.૦૬/૦૫/૨૦૨૧ સુધી મો.નંબર ૮૯૮૦૦૪૧૪૧૧ ઉપર આવેલ કોલ આધારે કુલ ૩૫ કોરોના વાયરસ સંક્રમીત દર્દીઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવેલ. જેમાં કોરોના વાયરસ સંક્રમીત મહિલા દર્દી કે જેઓ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ હોય અને તેઓને ઓ પોઝીટીવ પ્લાઝમાની જરૂરીયાત હોઇ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પો..હેઙ.કોન્સ. યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા કે જેઓ ઓ પોઝેટીવ બ્લડ ગૃપ ધરાવતા હોઇ જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા તાત્કાલીક મહિલા દર્દીને 

ઓ-પોઝીટીવ પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ જેનાથી તેઓની તબિયતમાં ખુબજ સુધારો થયેલ. 

તેમજ રાજકોટ શહેર પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી પી.કે.દિયોરાના વયોવૃધ્ધ માતૃશ્રી કોરોના વાયરસ સંક્રમીત થયેલ હોય અને સારવારમાં દાખલ હોય જેઓને પ્લાઝમાની જરૂર પડતા રાજકોટ શહેર પોલીસ દ્રારા તાત્કાલીક પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ. જે રાજકોટ શહેર પોલીસની પ્લાઝમા ડોનેટની ખુબજ સરાહનીય માનવતાવાદી કામગીરી હતી.

 આ ઉપરાંત ગઇ તા.રર/૦૪/૨૦૨૧ ના રોજ બજરંગવાડી સર્કલ પાસે એકલા રહેતા દર વર્ષના સિનિયર સિટીઝન શ્રી સુરેશભાઇ કોટક જેઓ કોરોના વાયરસના સંક્રમીત હોય અને જેઓની તબીયત ખુબજ ખરાબ હોવાનુ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ ખાતે માહિતી મળતા તુરતજ રાજકોટ મુખ્ય મથક ખાતે આર.પી.આઇ. એમ. એ. કોટડીયા નાઓને સુરેશભાઇ કોટકના રહેણાંક ખાતે જઇ તપાસ કરવા જણાવવામા આવેલ જેથી આર.પી.આઇ. એમ.એ.કોટડીયા તથા પો. કોન્સ. બીપીનભાઇ સવજીભાઇ તથા પો. કોન્સ. વિક્રમભાઇ પરબતભાઇ ત્યાં જતા સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટક જેઓ ખુબજ બીમાર હોય અને તેમની તબીયત ખુબજ નાજુક હોય જેથી હાલમા કોરોના વાયરસના વધુ સંક્રમણને કારણે ઇમરજન્સી વાહન તાત્કાલીક આવી શકે તેમ ન હોય જેથી રાજકોટ શહેર પોલીસ વિભાગની એમ્બ્યુલન્સ બોલાવી પોલીસ દ્વારા પી.પી.ઇ કીટ પહેરી સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટકને તાત્કાલીક સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઇ જવામાં આવેલ અને જયાં તેઓને સારવારમા દાખલ કરી ફરજ દરમ્યાન તેઓએ માનવતા અભિગમ અપનાવી ખુબજ સારી કામગીરી કરી હતી.

આમ ઉપરોકત રાજકોટ શહેર પોલીસના કર્મચારી (૧) યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા પો.હેડ.કોન્સ. ડી.સી.બી. પો.સ્ટે. રાજકોટ શહેર (૨) વિક્રમભાઇ પરબતભાઇ ડાંગર આર્મ્ડ પો.કોન્સ. પોલીસ હેડ કવાર્ટર રાજકોટ શહેર નાઓએ કોરોના વાયરસની મહામારી સમયે માનવતા અભિગમ સાથે સારી કામગીરી કરેલ હોય જેઓને આજ રોજ માનનીય ગૃહ રાજયમંત્રીશ્રી દ્વારા “પ્રસંશાપત્ર” આપી સન્માનીત કરવામાં આવેલ છે. તેમજ ઉપરકોત બન્ને પોલીસ કર્મચારીઓએ કોરોના વાયરસની મહામારી સમયે માનવતા અભિગમ સાથે સારી કામગીરી કરી રાજકોટ શહેર પોલીસનુ ગૌરવ વધારેલ હોય જે બદલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલએ અભિનંદન પાઠવેલ છે.

(4:54 pm IST)