Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કૃષિ ક્ષેત્રમાં યુવા સંશોધનકારોને આંતરરાષ્ટ્રીય એવોર્ડ

રાજકોટ : તન્હા તળાવિયા (Indus University), ધરા શાહ (Indus University), નિવેદિતા પટેલ (Nirma University) અને હિતેશ્રી યાજ્ઞિક (Guj. Info Petro Limited) વિધાર્થીનીઓએ ડો. મનન શાહ (Pandit Deendayal Energy University) ના નેતૃત્વે હેઠળ વિષય 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું અમલીકરણ સિંચાઈ માં જંતુનાશકો અને હર્બીસાઈડેટ્સ' પર ૨૨ એપ્રિલ ૨૦૨૦ ના રોજ એલ્સેવિર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પેપરને ૮ મહિનાનાં સમયગાળામાં વિશ્વભરમાં ૩૩૦૦૦ થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે અને તેને ટોપ ડાઉનલોડ પેપર ઓફ ધ યર ૨૦૨૦ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ડો. મનન શાહે એક યાદીમાં જણાવેલ છે કે આર્થિક ક્ષેત્રે કૃષિ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કૃષિક્ષેત્રમાં ઓટોમેશન એ મુખ્ય ચિંતા અને ઉભરતો વિષય છે. વસ્તીમાં ભારે વધારો થાય રહ્યો છે અને આ વધારા સાથે અન્ન અને રોજગારીની માંગ પણ વધી રહી છે. જે પરાંપરાગત પધ્ધતિઓ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી તે આ વધતી જરૂરિયાતોને પુરી કરવા માટે પૂરતી નહોતી. આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો જે કૃષિક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા સક્ષમ છે.

આ તકનીકો દ્વારા વાતાવરણમાં પરિવર્તન, વસ્તીવૃદ્ઘિ, રોજગારના પ્રશ્નો અને ખાદ્ય સમસ્યાઓ જેવા વિવિધ પરિબળોથી પાકને સુરક્ષિત કરવામાં આવે છે. આ પેપરનો ઉદેશ્ય સિંચાઈ, નિંદણ, સેન્સરની સહાયથી છંટકાવ તથા રોબોટ્સમાં અને ડ્રોન્સથી અન્ય માધ્યમોનું ઓડિટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી નોંધ કરવાનો છે. આ તકનીકો પાણી, જંતુનાશકો અને હર્બીસાઈડેટ્સનાં વધુ ઉપયોગને બચાવે છે. માનવશકિતના કાર્યક્ષમ ઉપયોગમાં અને ઉત્પાદકતાને વધારવામાં અને ગુણવત્તામાં સુધારવામાં પણ મદદ કરે છે. આ પેપર ખેતીમાં ઓટોમેશનનું વર્તમાન આમલીકરણ, રોબોટ્સ અને ડ્રોન્સ દ્વારા નીંદણ પ્રણાલી વિષેનું વિહંગાવલોકન મેળવવા માટે ઘણા સંશોધનકારોનાં કાર્યોનો સર્વેક્ષણ કરે છે. ડોન્સ નાં અમલીકરણની ચર્ચા કરવામાં આવી છે તેમજ સ્પ્રે અને પાક મોનીટરીંગ માટે ડ્રોન્સ દ્વારા ઉપયોગ માં લેવામાં આવતી વિવિધ પદ્ઘતિઓ વિષે પણ ચર્ચ કરવામાં આવી છે.

ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે કે જયાં કૃષિક્ષેત્ર GDP નાં ૧૮% હિસ્સો ધરાવે છે અને ૫૦% કર્મચારીઓને રોજગાર પૂરો પાડે છે. આ ક્ષેત્રનાં વિકાસથી ગ્રામીણ વિકાસને વેગ મળશે, જે ગ્રામીણ રૂપાંતરણ તરફ આગળ વધશે . આમ, કૃષિક્ષેત્રે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભારતમાં અન્નસુરક્ષા પહોંચાડવા ઉપરાંત, કૃષિ સુધારણા, ભારતીય વસ્તીનાં ખુબ મોટા વર્ગેની સુખાકારીને હકારાત્મક અસર કરશે. તેમ ડો. મનન શાહે યાદીના અંતમાં જણાવેલ છે.

(4:00 pm IST)