Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કલકત્તાના સુકુમારનું ઓકિસજન લેવલ ૮૦ થતા લોકોએ સિવિલ હોસ્પિટલ પહોંચાડયો

રાજકોટ કે દિલ મે ભગવાન બસતા હૈ,હમ યહા હૈ, તો ભી મેરે પતિ કો કોરોના સે બચા લીયા : દસ દિવસની સમરસની સારવાર બાદ કોરોના મુકત થતાં કલકત્તાથી પત્નીએ વેપારી મારફત મોકલાવ્યો સંદેશો

રાજકોટ,તા.૬: રાજકોટના લોકો હોય કે રાજકોટની સરકારી હોસ્પિટલના તબીબો...... રાજકોટની સેવાભાવી સંસ્થા હોય કે રાજકોટના વેપારીઓ... કે પછી કર્મયોગીઓની વાત હોય.. કોરોનાના કપરા કાળમાં રાજકોટમાં સર્વત્ર માનવતાની મહેંક પ્રસરે છે. રાજકોટની માનવતાની મહેક કલકત્તાના સુકુમારના પરિવાર સુધી પહોંચી છે.

વાત જાણે એમ છે કે, કલકત્તાના ૩૫ વર્ષીય બંગાળી જવેલરી કારીગર સુકુમાર કોલે થોડા મહિનાઓથી રાજકોટમાં જવેલરી ફિનિશિંગનું કામ કરવા આવ્યા છે. તેઓ પ્રહલાદ પ્લોટમાં જોબ વર્ક કરે છે.

તેમનો પરિવાર કલકત્તામાં રહે છે અને અહીં રાજકોટમાં સુકુમારને ૧૦ દિવસ પહેલા કોરોનાનું સંક્રમણ  લાગ્યું હતું. સુકુમારની તબિયત બે-ચાર દિવસમાં જ વધુ ગંભીર બનતા વેપારી ભરતભાઈ પરમાર અને તેમના સાથી મિત્રોએ આ યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી ગઈ અને તપાસ કરી તો  સુકુમારનું ઓકિસજન લેવલ ૮૦ જેટલું થઈ ગયું હતું. બે દિવસની વિશેષ સારવાર પછી તબિયતમાં સુધારો થતાં આ કારીગરને કોવીડ સમરસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો. સમરસમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સૌ કોઈએ પરિવારના સભ્યની જેમ કાળજી લઇ સારામાં સારી સારવાર કરતા આજે સુકુમારને હોસ્પિટલમાંથી સ્વગૃહે જવા રજા આપવામાં આવી ત્યારે તેઓ  ગદગદિત થઈ ગયા હતા. સરકારી હોસ્પિટલના તબીબો અને મદદ કરનાર સૌ કોઈનો આભાર માન્યો હતો.

(3:02 pm IST)