Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

નવા બનતા મકાનમાંથી ત્રાપા, પાવડા અને બકડીયા ચોરીને રીક્ષામાં વેચવા નીકળેલો મુન્નો પકડાયો

યુનિવર્સિટી પોલીસે કીડની હોસ્પિટલ પાસેથી દબોચ્યો : ચાર મહિના પહેલા જલારામ સોસાયટીમાંથી ચોરી કર્યાની કબુલાત

રાજકોટ,તા. ૬: શહેરના યુનિવર્સિટી રોડ પર કીડની હોસ્પિટલ પાસેથી રીક્ષામાં ચોરાઉ ત્રાપા, પાવડા અને બકડીયા વેચવા નીકળેલા શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ -અલગ વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાની યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. હરપાલસિંહ, રાજેશભાઇ, યુવરાજસિંહ, બળભદ્રસિંહ, જેન્તીગીરી તથા બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. બળભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા યુનિવર્સિટી રોડ પર બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ પાસેથી જીજે ૩એયુ-૨૦૬ નંબરની રીક્ષામાં ચોરાઉ ત્રાપા ૩૫, પાવડા -૨ અને બકડીયા -૪ મળી રૂ. ૩૩,૨૦૦નો સેન્ટીંગનો સામાન વેંચવા નિકળેલા મુન્નો બાલાભાઇ રાફુચા (ઉવ.૨૫) (રહે. રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગર-૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)