Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મોરબી રોડ સદ્દગુરૂ પાર્કમાં પ્રવિણાબેન ઝાલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૬: મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ પાસે સદ્દગુરૂ પાર્કમાં રહેતાં પ્રવિણાબેન ધર્મેશભાઇ ઝાલા (મોચી) (ઉ.વ.૩૫) નામના મહિલાએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

પ્રવિણાબેને રાતે દસેક વાગ્યે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રવિણાબેનના પતિ ધર્મેશભાઇ ચાંદીકામની મજૂરી કરે છે. સંતાનમાં સાત વર્ષનો પુત્ર અને સત્તર વર્ષની પુત્રી છે. પરિવારજનો આપઘાતનું કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:06 pm IST)