Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

માતા-પિતાએ લગ્ન કરવા દબાણ કરતાં અરૂણે હાથમાં છરીથી છરકા કરી લીધા

મુળ યુપીનો યુવાન સોરઠીયાવાડીમાં કારખાનામાં રહી મજૂરી કરે છેઃ સારવાર લેવી પડી

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ સોરઠીયાવાડી-૫માં આવેલા કારખાનામાં કામ કરતાં અને નજીકમાં રહેતાં મુળ યુ.પી.ના અરૂણ કમલેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૯)એ પોતાની જાતે સાંજે કારખાનામાં હતો ત્યારે છરીથી છરકા કરી લેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. અરૂણના કહેવા મુજબ પોતે મુળ યુપીનો વતની છે અને રાજકોટ રહી મજૂરી કરે છે. માતા-પિતા વતનમાંથી ફોન કરી લગ્ન કરી લેવાનું કહેતાં હોઇ પોતાને હાલમાં લગ્ન ન કરવા હોઇ તેના કારણે છરીથી છરકા કરી લીધા હતાં.

ગાયત્રીધામમાં ધર્મેન્દ્રભાઇએ ગળા પર કટરથી ઇજા કરી

બીજા બનાવમાં જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રભાઇ હરિપ્રસાદ શુકલ (ઉ.વ.૬૮) નામના વૃધ્ધે રાતે ગળા પર કટરથી ઇજા કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચોકીના સ્ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

કુબલીયાપરામાં મનોજને પૈસા પ્રશ્ને ભાઇ અજયએ ફટકાર્યો

કુબલીયાપરા-૫માં રહેતાં મનોજ કાનાભાઇ સોલંકી (ઉ.૨૫)એ માતા પાસે પૈસા માંગતા તેણીએ ના પાડતાં મનોજે બોલાચાલી કરતાં ભાઇ અજયએ માતા સામે કેમ બોલે છે? કહી લાકડીથી ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(1:06 pm IST)