Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

દર્દીઓ ઉપર દવાની અસરકારકતા તપાસવા રાજકોટની મેડીકલ કોલેજમાં સોલિડારીટી ટેસ્ટ કરાશે

દર્દીઓને કંઈ દવાથી કયા પ્રકારની અસર થાય છે તેનો રિપોર્ટ બનશે

રાજકોટ,તા.૬: કોરોનાના દર્દીઓ ઉપર દવાની અસરકારતા તપાસવા રાજકોટની મેડીકલ કોલેજમાં સોલિડારીટી ટેસ્ટ કરવામાં આવશે. દર્દીઓને કઈ દવાથી કયા પ્રકારની અસર થાય છે. તેનો રિપોર્ટ બનાવવામાં આવશે. આ મામલે આજે સાંજે સિવિલ હોસ્પિટલમાં મીટીંગ મળનાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પ્લાઝમા ટ્રાન્સફયુઝનની કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરાયા બાદ હવે કોરોનાના દર્દીઓ ઉપર હાલની જે દવાઓ વાપરવામાં આવે છે. તેની અસરકારતા તપાસવા માટે સોલિડારીટી ટેસ્ટ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

મળતી વિગતો મુજબ હાલ કોરોનાના દર્દીઓ માટે રેમિડલિડર, લોકીનાવીર, હાઈડ્રોકલોરોકવીન, કલોરોકવીન વાપરવામાં આવે છે. કોરોનાની કોઈ સ્પેશ્યલ દવા નહિ હોવાથીઙ્ગદરેક દેશમાં જે પ્રયોગો થયા છે તેના આધારે તારણો કાઢવામાં આવનાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને આઈ.સી.એમ.આર.ના સંયુકત ઉપક્રમે ઉકત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં ગુજરાતની મેડીકલ કોલેજોમાં પ્રયોગો કરવા માટે જણાવાયું છે. રાજકોટ મેડીકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવશે. દર્દીઓને કઈ દવાથી કયા પ્રકારની અસર થાય છે તેનો રિપોર્ટ બનાવીને મોકલાશે અને તેના આધારે તારણો કાઢવામાં આવશે. તેમ જાણવામળ્યું છે.

(4:10 pm IST)