Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

લોકડાઉનમાં ધંધા વગરનો થઇ જતાં કંટાળી જઇ મહેશે હાથમાં કાચથી કાપા મારી લીધા

આંબેડકરનગરના યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવો પડ્યો

રાજકોટ તા. ૬: કોરોનાને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનમાં સૌ કોઇ ઘરમાં ફસાયેલા છે. ધંધા રોજગાર પણ બંધ છે. દરમિયાન ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં મહેશ અમરાભાઇ મુછડીયા (ઉ.વ.૩૦) નામના યુવાને રાત્રે સાડા દસેક વાગ્યે પોતાની જાતે હાથ પર કાચથી કાપા મારી લેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મહેશ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે અને અપરિણિત છે. તેના પરિવારજને કહ્યું હતું કે લોકડાઉનને કારણે સતત ધંધો બંધ હોઇ કંટાળી જઇ તેણે આવું કર્યુ હતું. હોસ્પિટલમાંથી તેને સારવાર બાદ રાતે જ રજા અપાઇ હતી.

ગોકુલપરામાં બે ભાઇઓ વચ્ચે મારામારી

થોરાળા ગોકુલપરામાં રહેતાં દિપક આનંદભાઇ ચાવડા (ઉ.૩૮) અને ધર્મેશ આનંદભાઇ ચાવડા (ઉ.૪૮) વચ્ચે ઝઘડો થતાં એક બીજાને ઘાયલ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.(

(1:01 pm IST)