Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મવડી તુલસી પાર્કના સાગર કુબાવતે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી

ગોંડલ રોડ પર બનાવઃ બાવાજી પરિવારનો એકનો એક પુત્ર હતોઃ માનસિક તકલીફ કારણભુત

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટીના નાલા પાસે રાત્રીના એક યુવાને ટ્રેન સામે દોટ મુકી પડતું મુકી દેતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસની તપાસમાં આ યુવાન મવડી ચોકડી પાસે તુલસી પાર્કમાં રહેતો સાગર ગોવિંદભાઇ કુબાવત (બાવાજી) (ઉ.૨૪) હોવાનું અને તેણે માનસિક તકલીફને લીધે આ પગલું ભર્યાનું ખુલ્યું હતું.

અજાણ્યો યુવાન કપાઇ ગયાની ભકિતનગર રેલ્વે સ્ટેશનના માસ્તર કલ્પેશભાઇ મોદીએ કરતાં અને મૃતદેહ રીબડા લઇ જવામાં આવ્યાનું જણાવતાં આજીડેમના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા તથા કિરીટભાઇ રામાવતે રીબડા પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મોબાઇલ નંબર મળતાં તેના આધારે તપાસ થતાં તેની ઓળખ થઇ હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સાગર  માતા-પિતાનો એકનો એક પુત્ર હતાં. તેને માનસિક તકલીફ હોઇ ગત સાંજે ઘરેથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(3:42 pm IST)