Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રિસામણે ગયેલી પત્નિ કાજલને તેડવા માટે ગયેલા સંજયને સસરા-સાળાએ ધોકાવી છરીના ઘા ઝીંકયા

ગંજીવાડામાં બનાવઃ મનહરપરાનો કોળી યુવાન સારવાર હેઠળઃ સસરા ગજાભાઇ અને સાળા સાગર સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૬: ભાવનગર રોડ પર મનહરપરા-૧માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં સંજય કેશુભાઇ સરવૈયા (ઉ.૨૬) નામના કોળી યુવાનને ગંજીવાડામાં રિસામણે જતી રહેલી પત્નિ કાજલને તેડવા જતાં તેના સસરા અને સાળાએ 'તું કાજલને હેરાન કેમ કરે છે?' કહી ઝઘડો કરી ગાળો દઇ ધોકાથી ફટકારવા ઉપરાંત છરીથી હુમલો કરી પેડખામાં બે ઘા ઝીંકી દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

સંજય લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળાના પીએસઆઇ પી. ડી. જાદવએ તેથી ફરિયાદ પરથી ગંજીવાડા-૩માં રહેતાં તેના સસરા ગજાભાઇ કોળી તથા સાળા સાગર ગજાભાઇ કોળી સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

સંજય બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના કહેવા મુજબ તેણે બે વર્ષ પહેલા ગજાભાઇ કોળીની દિકરી કાજલ સાથે લવમેરેજ કર્યા છે અને સંતાનમાં દોઢ વર્ષનો દિકરો પ્રેમ છે. બે દિવસ પહેલા રસોઇ બનાવી ન હોઇ તે બાબતે પત્નિ કાજલ સાથે પોતાને માથાકુટ થતાં તેણી માવતરે જતી રહી હતી. પોતે ગઇકાલે તેણીને તેડવા જતાં સસરાએ તું અમારી દિકરીને હેરાન કરે છે તેમ કહી ગાળો દીધી હતી અને સાળાએ ધોકાથી મારકુટ કરી હતી. બાદમાં સાળાએ છરીના બે ઘા પડખામાં ઝીંકી દીધા હતાં.

હુમલો થયા બાદ સંજયએ કોૈટુંબીક ભાઇને ફોન કરતાં તે આવ્યો હતો અને તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:39 pm IST)