Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોર્ટ-હોસ્પીટલ ચોક પાસે જવાના રસ્તે મોતનો ખાડોઃ અકસ્માતનો ભય

કોઇ જાનહાની થાય તે પહેલા યોગ્ય કરવા દિલીપ પટેલની માંગણી

રાજકોટ, તા., ૬: રાજકોટ શહેરમાં હોસ્પીટલ ચોકમાં છ મહીનાથી બ્રીજનું કામ ચાલે છે. આ વિસ્તારમાં જયુબેલીથી હોસ્પીટલ ચોક, હોસ્પીટલ ચોકથી જામનગર રોડ તથા હોસ્પીટલ ચોકથી અમદાવાદ રોડ કોર્ટના બંન્ને તરફ ખોદકામ થઇ રહેલ છે.

ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ કન્વીનર અને બાર કાઉન્સીલના મેમ્બર દ્વારા કોર્ટ તરફ છ મહીનાથી ખોદી નાખવામાં આવેલ છે. પતરાની આડસ મુકવામાં આવેલ ન હોય મોતના ખાડામાં અકસ્માતનો સતત ભય રહે છે. અને તંત્ર દ્વારા અકસ્માત થાય અને કોઇનો ભોગ લેવાય તે પહેલા પતરાની આડસ મુકવા માંગણી દીલીપ પટેલે કરેલ છે.

(3:24 pm IST)