Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજકોટમાં કાલે અલગ અલગ પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફની તબીબી ચકાસણી થશે

સવારે 11-45 વાગ્યાથી જિલ્લા પંચાયત ' અકિલા 'ચોક ખાતેથી મેડિકલ તપાસણી શરૂ કરાશે

રાજકોટ : પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુચનાથી તથા સંયુકત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ COVID-19  કોરોના વાઇરસની વૈશ્વીક મહામારી અન્વયે રાજકોટ શહેર પોલીસ દ્રારા લોક ડાઉનનો સફળતા પુર્વક અમલ કરાવવા સારૂ રાજકોટ શહેરના અલગ-અલગ પોઇન્ટ પર બંદોબસ્તમાં રોકાયેલ છે. ત્યારે તેઓના સ્વાસ્થ્યની મેડીકલ ચકાસણી  કરાવવા માટે ડોકટર અમિત હાપાણીના સહયોગથી તેમની મેડીકલ ટીમ દ્રારા રાજકોટ શહેરના તમામ પોઇન્ટ પર બંદોબસ્તમા રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓની મેડીકલ તપાસણી આવતીકાલ તા.૭/૦૪/૨૦૨૦ના રોજ કલાક ૧૧/૪૫ વાગ્યાથી જીલ્લા પંચાયત ચોક અકિલા ચોક ખાતેથી શરૂ થનાર છે. આ મેડીકલ કેમ્પમાં પોલીસ કમિશ્નર સંયુકત પોલીસ કમિશ્ર્નરશ્રી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહેશે.

(8:25 pm IST)