Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરાના પોઝિટીવ રાકેશભાઈ હાપલિયાનો બીજા દિવસે રીપોર્ટ નેગેટીવ

સિનર્જી હોસ્પિટલના ડો,જયેશ ડોબરિયા સહિતના તબીબની સફળ સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ : રાજકોટના રાકેશભાઈ હાપલીયાને શરદી ,તાવ અને શરીરમાં ખુબ થાક લાગતો હોવાની ફરિયાદ સાથે સિનર્જી હોસ્પિટલમાં દાખલ થતા ક્રિટિકલ કેસ નિષ્ણાંત ડો, જયેશ ડોબરિયાને બતાવતા તેને કોરોના=ના લક્ષણ હોવાનું માલુમ પડતા રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવેલ ,કોરોના પોઝિટિવ રાકેશભાઈ હાંપલિયાની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ના હોય તેઓના મિત્રના સંપર્કમાં આવતા તેને કોરોના લાગુ પડ્યાનું માલુમ પડેલ સિનર્જી હોસ્પિટલમાં સતત અને સઘન સારવાર કર્યા બાદ ગઈકાલે રાકેશભાઈ હાપલીયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ આજે ફરીવાર રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ નેગેટિવ આવતા સાંજે 7-15 કલાકે તેને રજા આપેલ હતી કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાં ડિસ્ચાર્જ વેળાએ ડોક્ટર,નર્સિંગ અને વોર્ડ સ્ટાફ સહિતનાએ ઉષ્માભર્યું સ્વાગત કરીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી રાકેશભાઈની સારવારમાં  ક્રિટિકલ કેસના નિષ્ણાત જયેશ ડોબરીયા,ડો, જીગર પાડલીયા,અને ડો, જાની તેમજ નર્સિંગ સટાફ અને વોર્ડ સ્ટાફ અને મેનેજમેન્ટનો સહયોગ રહ્યો હતો

(8:12 pm IST)