Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાની તકેદારી માટે માઈક સાથેના ડ્રોન કેમેરા જાહેર જનતાને સૂચના આપશે

જાહેરનામાનો ભંગ કરનારના ફોટા કે વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મોકલવા અપીલ

રાજકોટઃ લોકડાઉન દરમિયાન કોરોના વાયરસની લોકોમાં તકેદારી અને જાગૃતિ લાવવા માટે આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં માઈક સાથેના ડ્રોન કેમેરાઓ અપાયા હતા. માઈક સાથેના આ ડ્રોન કેમેરાઓ દ્વારા શહેરના અલગ અલગ સોસાયટી વિસ્તારમાં કોરોના વાયરસ તથા લોકડાઉન સંબંધીત અગત્યની સૂચનાઓ લોકોને આપવામાં આવશે જેથી લોકોમાં કોરોના વાયરસ સંદર્ભે જાગૃતતા ફેલાય. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા લોકોનો ફોટો કે વિડીયો શહેર પોલીસ કંટ્રોલના મોબાઈલ નંબર ૭૫૭૫૦ ૩૩૭૪૭ ઉપર વોટસએપથી મોકલી આપવા અપીલ કરી છે. આ માહિતી મોકલનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

(4:40 pm IST)