Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જુલેલાલનગરના મકાનમાંથી જુગાર રમતા સાત પકડાયા

ભીલવાસ પાસે મણીબેનની વાડીના મેદાનમાં પત્તા ટીંચતા ૩ ઝડપાયા

રાજકોટ, તા. ૬ : શહેરના જુલેલાલ નગરમાં મકાનમાં અને ભીલવાસ પાસે મણીબેનની વાડીમાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, આર.એન. હાથલીયા, એમ.બી. ગૌવામી, આર.એ. કપાસી, એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર, અરવિંદભાઇ દેવશીભાઇ, વાલજીભાઇ, વિરદેવસિંહ, યુવરાજસિંહ, ધર્મરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ તથા અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે જુલેલાલનગર શેરી નં.૩માં દિપક ભીમનદાસ રાજાણીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક દિપક રાજાણી, ઉમેશ કિશોરભાઇ ચૌધરી (રહે. જુલેલાલનગર), સુનિલ કમલેશભાઇ ગોપલાણી(રહે. સીંધી કોલોની), દેવકુમાર ભગવાનદાસ માધવાણી (રહે. સીંધી કોલોની), હિતેષ કનૈયાલાલ તોલાણી (રહે.જુલેલાનગર), પ્રેમ ગુરૂમુખદાસ પંજાબી (રહે. જંકશન પ્લોટ શેરી નં.૧૪) અને હિરેન સુરેશભાઇ ચંદવાણી (રહે. પરસાણાનગર)ને ઝડપી લઇ રૂ. ૬૭૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ભીલવાસ પાસે મણીબેનની વાડીના મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા રફીક હાજીભાઇ કટારીયા (રહે. ખાટકીવાસ), મોહસીન યાસીનભાઇ પઠાણ (રહે. ઇગલ પેટ્રોલ પંપની પાછળ)અને સમીર ફિરોઝભાઇ તાપાણી (રહે. ભીલવાસ શેરી નં. ૪)ને પકડી લઇ રૂ. ૩૭૩૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:40 pm IST)