Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનના અસરકારક અમલ માટે ડીસીપી સૈની તથા ડીસીપી જાડેજાનું બીટ પેટ્રોલીંગ

શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુથી લોકડાઉનનો અસરકારક અમલ કરાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલ સૂચના અન્વયે ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની તથા એસીપી રાઠોડની રાહબરીમાં ભકિતનગર પોલીસ મથકના જંગલેશ્વર વિસ્તારમાં ઘોડેશ્વાર પોલીસ સાથે પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ અને લોકોને લાઉડસ્પીકર મારફત ઘરોમાં જ રહેવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા ગાંધીગ્રામ તથા યુનિવર્સિટી પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં બીટ પેટ્રોલીંગના ઈન્ચાર્જ સાથે પેટ્રોલીંગ કરી લોકડાઉનની કડક અમલવારી માટે સૂચનાઓ આપી હતી. તસ્વીરમાં ડીસીપી સૈની ઘોડેસ્વાર પોલીસ સાથે તથા ડીસીપી જાડેજા પોલીસ સ્ટાફને લોકડાઉનની અસરકારક અમલવારી માટે માર્ગદર્શન આપતા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:39 pm IST)