Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વિજય ઇલેકટ્રોનિકસ દ્વારા મુખ્યમંત્રી ફંડમાં ૧૧ લાખ, વડાપ્રધાન રાહત ફંડમાં ૨૧ લાખનું અનુદાન

રાજકોટ,તા.૬: શહેરમાં કિંગ ગણાતા અને વિજય ઇલકેટ્રોનિકસના માલિક અલ્પેશભાઇ પટેલે કોરોના સામેની લડાઇમાં જબરદસ્ત કહી શકાય તેવું યોગદાન આપ્યું છે. તેઓની માસ્કોટ ફોર્જ કંપનીએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂ.૧૧ લાખ તથા વડાપ્રધાન રિલીફ ફંડ (પીએમ કેર)માં રૂ.૨૧ લાખની રકમનું માતબર દાન આપી રાજકોટના ઉદ્યોગોમાં નવો અને અલગ ચીલો ચાલુ કર્યો છે.

અલ્પેશભાઇનું પરિવાર હંમેશા માટે સમાજ કલ્યાણ અને સમાજ સેવાના કાર્યમાં આગળ જ હોય છે પરંતુ લોકડાઉન જેવી સ્થિતિમાં પણ પોતાની ફરજ સમજીને આ યોગદાન આપીને માનવતાની મહેંક ઉભી કરી છે.

તેમના તથા મકવાણા પરિવાર સંચાલિત ટી-વિલા કાફે તરફથી ૩ હજાર ફુડ પેકેટનું વિતરણ પણ ચાલુ જ છે. લોકડાઉન દરમિયાન મજૂર વર્ગ તથા રોજમદારોને જે ભોજનની તકલીફ પડતી હોય તેઓને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)