Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અર્પણ ફાઉન્ડેશન - ભારત વિકાસ પરિષદ - સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ટીફીન સેવા

રાજકોટ : સરકારી હોસ્પિટલના દર્દીઅ તેમજ તેમના સ્નેહીજનો માટે શુધ્ધ સાત્વીક દાળ, ભાત, શાક, રોટલી, છાશ સહીતનું ભોજન ટીફીન સ્વરૂપ વિનામુલ્યે પહોંચતા કરવાની સેવા અર્પણ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ અને સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. દરરોજ ૧૦૦૦ થી ૧૫૦૦ ટીફીન તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત જીવદયા અર્થે પશુ-પક્ષીઓ માટે ૫૦ મણ જુવાર, મકાઇ વગેરે અર્પણ કરવામાં આવેલ. આ સમગ્ર સેવા અભિયાન માટે નગીનભાઇ જગડા, ડો. રજનીભાઇ મહેતા (ઇન્ડિયન ફોર કલેકટીવ એકશન), અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તેમજ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર સેવા યજ્ઞને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાત અધ્યક્ષ પ્રફુલભાઇ ગોસ્વામી, વિભાગીય મંત્રી જેઠસુરભાઇ ગુજરીયા, આનંદનગર શાખાના પ્રમુખ બકુલભાઇ દુધાગરા, મહેશભાઇ તોગડીયા, જેન્તીભાઇ કોરાટ, જેન્તીભાઇ ચૌહાણ, પ્રવિણપુરી ગોસ્વામી, રમેશભાઇ દત્તા, પ્રકાશભાઇ જોગી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘરે ઘરે ટીફીન લેવા દેવા માટે સદ્દભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા અને તેમની ટીમના સભ્યો રામભાઇ વગેરે સેવા આપી રહ્યા છે.

(4:29 pm IST)