Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રોટી ઓન વ્હીલ્સઃ ગરીબો માટે દરરોજ બને છે ૩૨ હજારથી વધુ ગરમ રોટલી

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણા અને સદ્દભાવનાથી

રાજકોટ,તા.૨૬: વર્તમાનમાં કોરોના વાયરસના કારણે જયારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે એમના મનમાં પ્રથમ વિચાર એ જ આવ્યો કે ગરીબોનું અને રોજનું કમાઈને રોજ ખાનારાનું શું થશે ? અને એમણે અર્હમ યુવા ગ્રુપના સેવકોને વિવિધ ક્ષેત્રોમાં માનવતા અને જીવદયાના સતકાર્યોની પ્રેરણા કરી માર્ગદર્શન આપ્યું.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રાજકોટમાં છેલ્લાં ૧૦-૧૨ દિવસથી શ્રી ઉવસગ્ગહર સાધના ભવન પારસધામના સંચાલન હેઠળ અર્હમ યુવા સેવા ગ્રુપના સહયોગથી દરરોજ ૨૬૦૦૦ થી વધુ ગરમા ગરમ રોટલી બનાવી, અલગ- અલગ સંસ્થાઓના સાથ અને સહકારથી રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. રોટલીની ડિમાન્ડ હજુ વધારે હોવાથી રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની પ્રરણાથી રોટલી બનાવવાનું વધુ એક મશીન લેવામાં આવ્યું છે અને હવે દરરોજ ૩૨૦૦૦ થી વધુ ગરમા ગરમ રોટલીઓ સિલ્વર ફોઈલમાં પેક કરીને વિતરણ કરવામાં આવશે.

ગરીબોને ગરમા ગરમ રોટલીના આ પ્રોજેકટની નોંધ રાજકોટ છેલ્લાં ૩-૪ દિવસથી ગોંડલના અર્હમ યુવા સેવા ગ્રુપના સેવકો દરરોજ રાજકોટથી ૫૦૦૦ જેટલી ગરમ રોટલીઓ લઈ જાય છે અને ગોંડલના ગરીબોને વિતરણ કરે છે.

રોટી ઓન વ્હીલ્સ તપસપ્રાટ પ્રસાદમ્નાં ઉદારહૃદયા દાતા  હિતેનભાઈ મહેતા આ સતકાર્યને નિહાળી ગુરૂદેવ પ્રત્યે અભાર અને ઉપકારની લાગણીઓ વ્યકત કરેલ.

(4:23 pm IST)