Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જૈન વિઝન દ્વારા જૈન ભોજન માટે બોલબાલા અને ગુરૂદ્વારાના રાહત રસોડામાં મગની ૨૫-૨૫ ગુણી અર્પણ

મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના પાવન પર્વે કોરોના સામે લડવા

રાજકોટઃ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે જૈન અગ્રણીઓ  અમીનેષભાઇ રૂપાણી શ્રી સુનીલભાઈ કોઠારીની અપીલ ને દયાનમાં લઈ ટિમ જૈન વિઝનના મિત્રોને હાકલ કરતાં રાજકોટ ના સૌથી મોટા બે રાહત રસોડા માં જૈન ભોજન બને તે માટે બોલબાલા સેવા સંસ્થા ને મગ ગુણી ૨૫,તેમજ હરિકૃષ્ણભાઇ ને ગુરૂદ્વારા માં મગ ગુણી ૨૫,આપી ખરા અર્થમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણી કરવામાં આવેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકડાવુનમાં બોલબાલા ટ્રસ્ટના રાહત રસોડામાં ૩૦ હજાર અને ગરૂદ્વારાના રાહત રસોડામાં ૧૧ હજાર થી પણ વધુ લોકો ને જમવાનું પાર્શલ પોચડવામાં આવે છે,આ તકે જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવીણભાઈ કોઠારી, નીતિનભાઈ કામદાર, સુનિલભાઈ શાહ, ભીમભાઈ ટિમ જૈન વિઝન ભરત દોશી,સુનિલભાઈ કોઠારી ,જય ખારા , હિતેશ દેસાઈ, અતુલ સંઘવી, કમલેશ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. ભગવાન મહાવીર જન્મકલ્યાણાર્કં ર્ંનિમિત્તે  જૈન વિઝન દ્વારા રાજકોટની સુવિખ્યાત સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને રોટબેંક પ્રોજકટ અંતર્ગત ઈલેટ્રીક ગાડી (ઈ.ગાડી) આપવામાં આવશે. ટિમ જૈન વિઝને આજે બોલબાલાના ટ્રસ્ટીઓને ચેક અર્પણ કરાયેલ.

(4:21 pm IST)