Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સિવિલ હોસ્પિટલમાં સેનેટાઈઝર ગેઈટ મૂકાયો

સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઈઝીંગ ઈન્ડિયા પરિવાર અને મેટ્રો ગીજુત્સુ સેન્ટરનો સહયોગ

રાજકોટ : સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા મેટ્રો ગીજુત્સુ સેન્ટર ના સહયોગથી શ્રી રાજુભાઈ શાહ દ્વારા ઓમ ઔટોમેશનના શ્રી હીરેનભાઈ અને શ્રી ધર્મેશભાઈના સહયોગથી સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી કોરોના વિભાગમાં સતત દિવસ-રાત સેવા આપતા ડોકટરો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારી તેમજ સિકયોરિટી અને ત્યાં અવર જવર કરતા કોઈને કોઈપણ રીતે કોરોના ન ફેલાય તે માટે સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે આપવામાં આવેલ.

વિશ્વમાં કોરોના નો ચેપ ખુબજ ઝડપથી વધી રહેલ હોવાથી વિચાર આવેલ કે ફકત હાથ ધોવાથી આ વાયરસ નો ચેપ અટકાવી શકીએ નહીં તેના માટે વ્યકિતિનો પૂરો બાહ્ય ભાગ સેનેટાઇઝ કરવો જરૂરી છે અને તે માટે આ પ્રકારના ગેટ ની જરૂરિયાત છે તેવો વિચાર કરી આ ગેટ ૨૪ કલાકના ટૂંકા સમયમાં બનાવેલ છે.

આ સેનીટાઈઝર ગેટ માં કોઈ પણ વ્યકિત પેડલ દબાવી અંદર આવી ૬ સેકંડ રહી અંદર ફરી પોતાના આખા શરીરમાં કયાંય પણ વાયરસના કોઈ અંશ હોય તો તેનો નાશ કરી શકે. આ ગેટ ઓટોમેટિક છે જેથી સેનિટાઇઝિંગ દવાનો બગાડ થતો નથી અને ૧ લિટર સેનેટાઈઝર થી ૩૫ લોકો સેનેટાઇઝ થાય છે. આ ગેટ ઓછા ખર્ચમાં દ્યણા લોકોની જાનહાની અટકાવી શકે છે.

કોરોના વિભાગમાં સેવા આપતા લોકો ને ભૂલથી પણ આ વાયરસ નો ચેપ તેમને કે તેમના સ્વજનોને ન લાગે તથા આ મહામારી નો ફેલાવો રોકવો ખૂબજ જરૂરી હોય જેથી રાઇઝીંગ ઇન્ડિયા પરિવારના હર્ષિલભાઈ શાહ, રાજભાઈ શાહ, રાજેનભાઈ ચુડાસમા અને અન્ય મિત્રો સાથે આ સેનીટાઈઝર ગેટ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે બનાવી આપવામાં આવેલ.

તસ્વીરમાં સેનેટાઈઝર મશીનનો ઉપયોગ કરતા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા નજરે પડે છે.(૩૭.૨૧)

 

(4:30 pm IST)