Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કલેકટર કચેરીમાં રાશનકાર્ડમાં સિક્કા- પાસ કઢાવવા લોકોના ટોળા : રૈમ્યા મોહન ઉકળી ઉઠ્યા : નો એન્ટ્રી

જે અવસાન પામ્યા છે... ઇમરજન્સી છે તેવા તમામને પાસ આપ્યા છે : બાકી અન્ય રજૂઆતો માટે કન્ટ્રોલ રૂમ છે... : બાબરીયા કોલોનીના ર૦૦ લોકો કૂપનમાં સિક્કા મરાવા દોડી આવ્યા : એડી. કલેકટરે સાફ ''ના'' પાડી દીધી : અધિકારીઓનો સમય બગાડોમાં...

રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે બાબરીયા કોલોનીમાંથી ર૦૦ જેટલા મહિલા-પુરૂષો કાર્ડ હોલ્ડરો ઉમટી પડતા- પોલીસે તમામને છાંયામાં બેસાડી વિગતો જાણી હતી અને ત્યારબાદ એડી. કલેકટરને રજુઆતો કરાઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૬ :  રાજકોટ કલેકટર કચેરીએ આજે સવારે ૧૧ વાગ્યાથી પાસ કઢાવવા રજુઆતો માટે અન્ય પ્રશ્નો માટે તથા રાશનીંગ કાર્ડમાં સિક્કા માટે સેંકડો માણસોની સતત અવર-નવર ચાલુ રહેતા દેકારો બોલી ગયો હતો, ૧૧ વાગ્યા બાદ તો કલેકટર કચેરીની આગળ-પાછળ બંને બાજુએ ભીડ જામી હતી, અને તેના પરીણામે પોલીસ બોલાવવી પડી હતી અને લોકોને બહાર કાઢ્યા હતા.

કલેકટરશ્રી રૈમ્યા મોહને આજે ''અકિલા''ને જણાવ્યું હતું કે આટલા બધા માણસો જોઇ મને ચિંતા થઇ પડી છે, લોકડાઉન છે, ઘરની બહાર નીકળવાનું નથી, કંઇક તો સમજો, જે અવસાન પામ્યા છે, ગુજરી ગયા છે, અન્ય જેન્યુઅન કારણો છે તેની ખાત્રી કરી અમે ઢગલા બંધ પાસ ઇસ્યુ કર્યા છે, બાકી સામાન્ય પ્રશ્નો -લતાના પ્રશ્નો રાશનકાર્ડમાં સિક્કાના પ્રશ્નો-સામાન્ય ફરીયાદ એ બાબતે કલેકટર કચેરીમાં નો એન્ટ્રી છે, હવે પાસ જેને કઢાવવાનો છે તેને જ એન્ટ્રી અપાશે, લોકો આમ ઘરની બહાર ન નીકળે, સામાન્ય બાબતમાં અધિકારીઓનો સમય બગાડવાની જરૂરત નથી, કલેકટરનો સ્પે. કન્ટ્રોલ સ્પે. કન્ટ્રોલ રૂમ, ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ, પોલીસનો ૧૦૦ નંબર છે, ૧૦૭૭ ટ્રોલ ફ્રી નંબર છે, લોકો ત્યાં જાણ કરે.

આજે બાબરીયા કોલોનીમાંથી ર૦૦ થી રપ૦ કાર્ડ ધારકોનું ટોળુ કલેકટર કચેરીએ રેલીંગ ટપી ઘુસી ગયું હતું આ લોકોના દુકાનદારે સિક્કા લગાવી આવો એવું કહેતા આ બધા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.

આ લોકો એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાને મળ્યા રજુઆતો કરી ત્યારે શ્રી પંડયાએ જણાવ્યું હતું કે આવા કોઇ એનએફએસએના સિક્કા હાલ મારવામાં આવતા નથી, અધિકારીઓનો સમય બગાડોમાં, લોકડાઉન છે, આમ ટોળામાં આવવાની જરૂરત નથી.

(3:39 pm IST)