Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વોર્ડ નં.૧૦ની પ્રકાશ સોસાયટીના ફંડમાંથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧ લાખનો ચેક અર્પણ

રાજકોટઃ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીના અનુસંધાને ગુજરાત રાજય સરકારને ફૂલ નહી તો ફૂલની પાંખડીરૂપે સહાયરૂપ થવા વોર્ડ નં.૧૦માં આવેલ પ્રકાશ સોસાયટી જેના પ્રમુખ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે. આ સોસાયટીના રહેવાસીઓની સહમતીથી સોાસાયટીના ફંડમાંથી આજરોજ મુખ્યમંત્રી રાહતનિંધિ ફંડ માટે રૂ.૧ લાખનો ચેક સોસાયટીના હોદેદાર યોગેશભાઇ સોમમાણેક, દયાલભાઇ બાલચંદાણી દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહનને સુપ્રત કરવામાં આવેલ.

(2:19 pm IST)