Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

થેલેસસેમીયા પીડિત રાહુલ મલસાતરે પોતાનો પગાર રાહત ફંડમાં આપ્યો

રાજકોટ,તા.૪ : નાનામાં નાના માણસની પોતાના દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે અને સંકટ સમયે હું શું મદદ કરી શકું? તે સંસ્કારીક અભિગમ સાથે આજના રામનવમી ના પવિત્ર દિવસે, જેમ રામ સેતુના બાંધકામમાં ખીસ્કોલીનું યોગદાન હતું તેમ, અમારા લાડકા થેલેસેમિયા ગ્રસ્ત બાળક રાહુલ મલસાતરનું તેની રાજકોટ મ્યુ. કોર્પોરેશન હંગામી નોકરીના મળેલ  પાંચ હજાર પગારનું પ્રધાનમંત્રી રાહત ફંડ માં અને મુખ્યમંત્રી રાહત ફંડ માં દાન કરી તેની દેશદાઝનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે

કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રકત જેમનો ખોરાક છે રાષ્ટ્રપતિ એવોર્ડ તેમજ મુખ્યમંત્રીશ્રી એવોર્ડ મેળવી ચૂકેલ ૨૨ વર્ષના રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રેકટ બેઇઝ પર આરોગ્ય શાખામાં વોર્ડ નંબર ૬ માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા  થેલેસેમિયા પીડિત રાહુલ ભરતભાઇ મલસાતરે પોતાનો એક મહિનાનો પગાર રૂ. ૫ હજાર કોરોના વાયરસ ફંડમાં આપીને પોતાની ઉમદા લાગણી વ્યકત કરી

 જન જાગૃતિ અભિયાન સમિતિના અનુપમભાઈ દોશી  ઉપેનભાઈ મોદીને સાથે રાખી પોતાના પિતાજીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રૂ. ૨૫૦૦ ના બે ચેક મુખ્ય મંત્રી રાહત ફંડ અને વડાપ્રધાન રાહત ફંડ માટે અર્પણ કરેલ છે.

(2:18 pm IST)